વડોદરાઃ વડોદરા સ્થિત અકદંત રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા વખતો વખતો અનેક રંગોળી કળાનું પ્રદર્શન કરવામાં આવે છે. ગ્રુપ સાથે સંકળાયેલા કલાકારો રંગોળીમાં અદભુત રંગ પૂરી તેને જીવંત બનાવે છે.
આ ગુડી પડવાના તહેવારે પણ આ ગ્રુપ દ્વારા વિશે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રંથોમાં લખ્યું છે કે બ્રહ્મદેવે આ દિવસે વિશ્વનું સર્જન કર્યું હતું તો આ સર્જનકર્તાને અને એમને નિર્માણ કરેલી ભૂમિને વંદન કરીને રંગોના માધ્યમથી આ ભૂમિને અલંકૃત કરવાનાનું શુભ કાર્ય વડોદરાના “એકદંત રંગોળી કલાકાર ગ્રુપે” કર્યું હતું.
સવારે પાંચ વાગ્યાથી વડોદરામાં આવેલા ઉદયનારાયણ મહાદેવ મંદિર સામે એકદંત રંગોળી કલાકાર ગ્રુપના ૫૦ કલાકારોએ રંગોળી બનાવવાની શરૂ કરી હતી અને લગભગ ૮ વાગ્યા સુધી તો ૨૦૦૦ સ્કેવર ફીટમાં ૧૪ જેટલી ભવ્ય દિવ્ય રંગોળીઓ બનીને તૈયાર થઇ ગઈ હતી. જેમાંથી પાંચ જેટલી રંગોલીઓમાં સામાજિક સંદેશા પણ આવરી લેવામાં આવ્યા હતા. આ રંગોળીઓ બનાવવામાં ૩૦૦ કિલો રંગ વપરાયો હતો.
સવારે દસ વાગે ભા.જ.પા. શહર મહામંત્રી સદાનંદ દેસાઈના વરદ હસ્તે ગુઢી પૂજન કર્યા પછી રંગોળી પ્રદર્શનીનો શુભારંભ કર્યા બાદ કલા – રસિકોએ મોડી રાત સુધી તે નિહાળી મંત્રમુગ્ધ થયા હતા.