દેશભરમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસે દર વર્ષે શિક્ષક દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બરના દિવસે દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.રાધાકૃષ્ણને પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસની ઉજવણી શિક્ષક દિવસ તરીકે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષકશાસ્ત્રી અને મહાન દાર્શનિક તરીકે હતા. રાધાકૃષ્ણને ૨૭ વખત નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૫૪માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૧૯૬૨માં ડોક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ માનતા હતા કે દેશમાં સર્વશ્રેષ્ઠ દિમાગવાળા લોકોએ જ શિક્ષક તરીકેની જવાબદારી લેવી જોઇએ. ખુબ ઓછા લોકો આ અંગેની માહિતી ધરાવે છે કે ડોક્ટર રાધાકૃષ્ણનના પિતા તેમના અંગ્રેજી ભણવા અથવા તો સ્કુલ જવાનો જોરદાર વિરોધ કરતા હતા. તેઓ પોતાના પુત્રને પુજારી બનાવવા માટે ઇચ્છુક હતા. ડોક્ટર રાધાકૃષ્ણન ખુબ હોશિયાર વિદ્યાર્થીઓ પૈકી એક હતા.
રાધાકૃષ્ણને તેમના મોટા ભાગનુ શિક્ષણ સ્કોલરશીપ મારફતે જ હાંસલ કર્યુ હતુ. સર્વપલ્લી વિદ્યાર્થીઓમાં એટલા લોકપ્રિય હતા કે તેઓ જ્યારે કોલકત્તા જઇ રહ્યા હતા ત્યારે તેમને મેસુર રેલવે સ્ટેશન સુધી ફુલની ગાડીમાં લઇ જવામાં આવ્યા હતા. જાણીતા પ્રોફેસર એચએન સ્પેલડિંગ ડોક્ટર રાધાકૃષ્ણનના લેક્ચરથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ લંડન યુનિવર્સિટીમાં તેમના માટે ચેયર સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં ડોક્ટર રાધાકૃષ્ણનનુ યોગદાન અભૂતપૂર્વ રહેલુ છે. વર્ષ ૧૯૩૧માં તેમને બ્રિટીશ સરકારે નાઇટના સન્માન સાથે સન્માનિત કર્યા હતા. દુનિયાના ૧૦૦થી વધારે જુદા જુદા દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે વિશ્વ શિક્ષક દિવસ પાંચમી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૪માં શિક્ષકોના કાર્યની પ્રશંસા કરીને પાંચમી ઓક્ટોબરના દિવસે વિશ્વ શિક્ષક દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકામાં વર્ષ ૧૯૪૪માં સૌથી પહેલા મેટે વાયટેએ વકાલાત કરી હતી. ત્યારબાદ ૧૯૫૩માં કોંગ્રેસે માન્યતા આપી હતી. સિંગાપોરમં સપ્ટેમ્બરનમા પ્રથમ શુક્રવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસે વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માનની ભાવના પ્રગટ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ટિચર્સ ડેનુ આયોજન પાંચમી ઓક્ટોબરના દિવસે કરવામાં આવે છે. આ ઉપરાંત દુનિયાના કેટલાક દેશોમાં જુદા જુદા દિવસે ટિચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.