જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું વિમોચન આજે અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. મંજુલા પૂજા શ્રોફ, બૉલીવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર દિયા મિર્ઝા, આર. આર. શેઠ પબ્લિશર્સના ડિરેક્ટર ચિંતન શેઠ, પુસ્તકના લેખિકા અનુરિતા રાઠોડ જાડેજા સહિત અનેક મહાનુભાવો
ઉપસ્થિત રહ્યાં હતા. આ પુસ્તક અમદાવાદના અગ્રણી પ્રકાશન ગૃહ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ પુસ્તક ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના વિચારો અને કાર્ય પદ્ધતિઓ પર એક ઉંડી સમજ પુરી પાડે છે, જેઓએ શિક્ષણ અને સામાજિક કાર્યની શાળાઓ અને સંસ્થાઓ ચલાવવાના કારણે સંભાવનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની કળાને સારી રીતે પકડવા ઉપરાંત,માનવ વ્યવહાર અને વ્યવસ્થાપનના સુમેળ સાથેની અદભૂત સમજ પ્રાપ્ત કરી છે.
‘તમે જ તમારા ઘડવૈયા’ પુસ્તકના વિમોચન પ્રસંગે ડૉ. મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું, “દરેકની જિંદગી એક કથા હોય છે, જે કલ્પના કરતા પણ વધુ રસપ્રદ હોય છે અને આ જિંદગીમાં થનાર અનુભવોની ભેટ તેને ઉત્તમ વાર્તા બનાવી દે છે. ગુજરાતની ભૂમિએ મને ઘણું બધુ આપ્યું છે. આ પુસ્તક મારા જીવનમાં ઘટેલી અનવાંચ્છિત ઘટનાઓ અને અનેક સંઘર્ષ બાદ મને મળેલી એક ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી તરીકે સફળતાને રજૂ કરે છે, જે મારા દ્રઢ વિશ્વાસ થકી અગ્રેસર રહી છે, જે ચોક્કસથી યુવાઓને પ્રેરણા પુરી પાડશે.”
પુસ્તકના વિમોચન પ્રસંગે વિશેષ રીતે ઉપસ્થિત બૉલીવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર દિયા મિર્ઝાએ જણાવ્યું, “મને જ્યારે કોઇ મહિલાને સપોર્ટ કરવાની તક મળે છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. મેં આ પુસ્તકનું અંગ્રેજી વર્જન વાંચ્યું છે. ડૉ. મંજુલા પૂજા શ્રોફે પોતાના જીવનના એવા રસપ્રદ પાસાઓને વહેંચ્યા છે, તે એનેક લોકોને પ્રોત્સાહન પુરૂ પાડશે.”
પુસ્તકના લેખિકા અનુરિતા રાઠોર જાડેજાએ જણાવ્યું, “ડૉ. મંજુલા પૂજા શ્રોફની જે જીવન સફર છે, તે ખૂબ જ સરપ્રદ અને અદભૂત સફર રહી છે, જેના વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેમના આંતરિક જીવનના પાસાઓને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમના જીવનના કેટલાંક તબક્કાઓ આપણને વિચાર કરવા માટે લાચાર કરી દે છે કે જે તે સ્થિતિમાંથી પણ મક્કમતાથી આગળ કેવી રીતે વધી શકાય છે. આ પુસ્તક વાંચતા સમયે વાંચકને તેમની સાથે સીધો સંવાદ કરી રહ્યાં હોવાનો અનુભવ થાય છે.”
આ પ્રસંગે આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.ના ચિંતન શેઠે જણાવ્યું, “ગુજરાતની ભૂમિએ અલગ-અલગ ક્ષેત્રના મહાનુભવો આપ્યા છે. આર. આર. શેઠ ખાતે અમે માનીએ છીએ કે જે સમાજ સાચા સમયે પોતાના વિરલાઓનું સમ્માન નથી કરી શકતો, તે સમાજ આવા વિરલાઓને પેદા કરવાની તાકાત ગુમાવતો જાય છે. તેથી જ આજે ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તકને પ્રકાશિત કરી આનંદ અનુભવી રહ્યાં છે.”
ઓરિસ્સાના સુરંગી પેલેસ, ઈચ્છાપુરમમાં પોતાના શરૂઆતી વર્ષોમાં એક વિશેષ જીવનથી લઇને અને પછીથી છાત્રાલયમાં રહ્યાં બાદ પણ ઘર, સ્ટાફ અને નાણાંનું સંચાલન કરવાની જવાબદારી સંભાળતાનાની ઉંમરે તેમના નજીકના લોકોને ગુમાવવાનો સામનો કર્યા બાદ આગળ વધવા માટે ઘરથી ખૂબ જ દૂરના વિશ્વમાંમાં ડૉ. મંજુલા પૂજા શ્રોફે કોઈપણ રૂઢિચુસ્ત અને પરંરપરાગત અવરોધોને સ્વિકાર્યા વિના પોતાની આગવી સૂઝબૂઝથી દ્રઢતા સાથે ખૂબ જ કપરા પરિશ્રમથી પોતાના લક્ષ્યોને હાંસલ કર્યાં છે. અનુભવ અને પોતાની આસપાસના લોકો પાસેથી શીખવા ઉપરાંત તેમના આત્મવિશ્વાસે તે ખાતરીબદ્ધ કર્યું કે તેમનું વિઝન સ્પષ્ટ છે અને તેમના પ્રયત્નો નિરંતર છે.
વરિષ્ઠ પત્રકાર અને મીડિયા પ્રોફેશનલ છે તેમજ માસ મીડિયામાં વિઝિટિંગ ફેકલ્ટી અને કલા, સાહિત્ય અને જીવનશૈલીના સર્જનાત્મક પ્રચારક શ્રીમતી અનુરીતા રાઠોડ જાડેજા ‘તમે જ તમારા ઘડવૈયા’ પુસ્તકના લેખક છે.
આ પુસ્તક એક એડ્યુપ્રેન્યોર, પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા એવોર્ડી, રમતગમતના ઉત્સાહી કેલોરેક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડૉ. મંજુલા પૂજા શ્રોફ અને તેમના માનસિક, શારીરિક અને સામાજિક પરિમાણોને સંતુલિત કરીને લોકોના જાગૃત જીવન પ્રત્યે સમર્પિતની જીવન યાત્રાનું વર્ણન કરે છે.
વાચક સાથે સીધુ અને સરળ જોડાણ બનાવી શકાય અને તેની સાથેસાથે એક એવી લિંકનું પણ નિર્માણ થઇ શકે કે જ્યાં વિચારો વહેંચવામાં આવે,માન્યતાઓ વ્યક્ત કરવામાં આવે અને અનુભવોને ઘટનાપૂર્ણ, અર્થપૂર્ણ અને પ્રગતિશીલ જીવનમાંથી પ્રકાશિત કરી શકાય તે માટેઆ પુસ્તક ડૉ. મંજુલા પૂજા શ્રોફના અવાજમાં લખવામાં આવ્યું છે. વિષયની સંવેદનશીલતા અને શક્તિ, સમર્પણ અને નિશ્ચય એ માત્ર લેખક માટે જ નહીં , પરંતુ તે દરેક વ્યક્તિ માટે એક મુખ્ય આકર્ષણ છે, જેઓ દૂરથી પણ ઉત્સાહી ડૉ. મંજુલા પૂજા શ્રોફ અને તેમના
જીવન વિશે પણ જાણે છે.
પુસ્તકના પ્રારંભિક પ્રકરણો તેમના બાળપણ દિવસો, તેમના નજીકના લોકો, જવાબદારીઓ, બળવા અને તેમની ઉદ્યોગસાહસિક યાત્રાની રચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે આવીને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનનો માર્ગ બદલાઈ ગયો અને કેટલાક પ્રકરણો તેમના સંબંધોની સમજ, પ્રારંભિક યોજનાઓ અને તેમણે કેલોરેક્સ ફાઉન્ડેશન હેઠળ કેવી રીતે શાળાઓ અને સંસ્થાઓની શરૂઆત અને સ્થાપના કરી તે વિશે છે. મહિલા સશક્તિકરણનો વિષય મહત્વ ધરાવે છે, તો માતૃત્વ અને માતા-બાળક વચ્ચેના બંધનનું પ્રકરણ હૃદય સ્પર્શી જતુ અને સાપેક્ષ છે. મુસાફરી અને બહારની રૂચિ પરના પ્રકરણો ન માત્ર તેમના જીવનમાં ડોકિયું કરાવે છે, પરંતુ વાચકોને એવી મુસાફરી પર પણ લઈ જાય છે, જે ઉદાર જીવનના પાઠઅને આનંદની સમાન છાંટ ધરાવે છે.
આ પુસ્તકમાં 19 પ્રકરણો છે, જે ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવનના શિક્ષણની રૂપરેખા અને અભ્યાસ કરવા ઉપરાંત, ઝડપી સંદર્ભ અને સરળ વાંચન માટે દરેક પ્રકરણમાં વિવિધ પેટાશિર્ષક પ્રદાન કરે છે, જે વાચકોની તાત્કાલિક રૂચિના પરિપ્રેક્ષ્ય પર આધારિત છે. આ પુસ્તક આપને પ્રકરણોના અનુક્રમણિકા વિશે ચિંતા કર્યા વિના વાંચવા માટે પસંદગી કરવા માટેની છૂટ આપે છે.
આ સાથે, તમામ પ્રકરણો ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવનના વિવિધ પાસાઓને આવરી લે છે, તેઓ સમૃદ્ધ અનુભવો,વિચારો અને જીવન જીવવાના ઉદાહરણો પુરા પાડે છે, જે શ્રેષ્ઠતા તરફ લઇ જાય છે, યુવાનોને ઉછેરે છે, વ્યક્તિગત મુસાફરીને સમર્થન આપે છે અને આ તમામથી સૌથી ઉપર એવા, વિશ્વાસ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરે છે.
ડૉ. મંજુલા પૂજા શ્રોફની પ્રોફાઇલ:
કેલોરેક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડૉ. મંજુલા પૂજા શ્રોફે અનેક પ્રીમિયર સ્કૂલોની સ્થાપના અને સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.1995માં પોતાની શરૂઆતથી કેલોરેક્સ એક એવુ નામ છે, જે વ્યાવસાયીકરણ અને શાળાકીય શિક્ષણમાં શ્રેષ્ઠતાનો પર્યાય છે. તેઓની છત્રછાયા હેઠળ, દિલ્હી પબ્લિક સ્કૂલ્સ, અમદાવાદની કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં 40થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે કેલોરેક્સ પબ્લિક સ્કૂલ્સ છે. કેલોરેક્સને નવીનતાઓ અને શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુણવત્તાયુક્ત જાગૃત જૂથ તરીકે ઓળખવામાં આવે છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વિશેષ શિક્ષણની જરૂરિયાતો ધરાવતા લોકો માટે તેમની ચિંતા વિસામો કિડ્સ અને પ્રેરણા- ડિસ્લેક્સિક્સ માટેની શાળા પ્રોજેક્ટના માધ્યમથી સ્પષ્ટ થાય છે. તેમણે ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે, જેમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્મા તરફથી પ્રતિષ્ઠિત સેક્યુલર ઈન્ડિયા એવોર્ડ અને અમેરિકન બિબ્લિયોગ્રાફી સોસાયટી, નોર્થ કેરોલિના દ્વારા વુમન ઓફ ધ યર સામેલ છે.
લેખકની પ્રોફાઇલ:
અનુરિતા રાઠોડ જાડેજા એક વરિષ્ઠ પત્રકાર, લેખક અને વક્તા છે, જેનો તેઓ બે દાયકાનો અનુભવ ધરાવે છે. લેખન ક્ષમતાની સાથે, તેઓ કળા, સાહિત્ય અને જીવનશૈલીમાં ઘણી રચનાત્મક પહેલ સાથે સંકળાયેલ છે.ગુજરાતના સૌપ્રથમ આર્ટ શો-ચેરીટી ઓક્શનની કલ્પના કરી અને તેનું આયોજન કરવાનોશ્રેય તેમને જાય છે. આ ઉપરાંત, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની ઉદઘાટન આવૃત્તિ પણ તેમણે તૈયાર કરી હતી.
અનુરીતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, એક દાયકા પછી 94.3 માય એફએમસાથે પ્રોગ્રામિંગ હેડ તરીકે જોડાયા અને બાદમાં એક વર્ષના અંતરાલ પછી તેઓ અમદાવાદ મિરર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ફીચર્સ એડિટર તરીકે જોડાયા.
બાદમાં, તેમણે લાંબી મુસાફરી કરવા, માતૃત્વનો આનંદ માણવા માટે વિરામ લીધો, ત્યારબાદ ઇન્ડિયા ટુડે માટે અને ક્રિએટિવયાત્રા માટે એક વિશેષ કૉલમ લખી. અનુરિતા લલિત કળા, લોકો, શિક્ષણ, જીવનશૈલીને જોડતી વિશેષ ઇવેન્ટ્સનું આયોજન કરતા રહે છે અને સોરીસ એન્ડ સ્ટોરીઝના સંસ્થાપક છે, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક રીટેલિંગ માટે કસ્ટમાઇઝ્ડ પુસ્તકો બનાવે છે. તેઓ કૈલાશ માનસરોવર માર્ગ પર પ્રવાસ કરનારા નવ સાઇકલ સવારોના જૂથનું આકર્ષક વર્ણન ધરાવતા કૈલાશ ‘માનસરોવર: સાયકલ રાઇડ્સ, સોલ જર્નીઝ’ શીર્ષક સાથે અનિતા કરવલ સાથે રીડોમેનિયા દ્વારા પ્રકાશિત પુસ્તકના સહ-લેખક છે.
પ્રકાશક વિશે:
આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
આર.આર. શેઠ એન્ડ કંપનીના સ્થાપક શ્રી ભુરાલાલ શેઠ એક સ્વાતંત્ર્ય સેનાની હતા, જેઓ મહાત્મા ગાંધીજી સાથે જેલમાં ગયા હતા. તે ગાંધીજીની પ્રેરણાને કારણે છે, જેમણે સસ્તા ભાવે સારી ગુણવત્તામાં, ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કરવાના મિશન સાથે આર.આર. શેઠની શરૂઆત કરી.
1926થી ગુજરાતી પુસ્તક પ્રકાશનમાં નંબર 1 બ્રાન્ડ. ISO 9001:2015 પ્રમાણિત પ્રકાશક
દર વર્ષે 250+ ઉત્કૃષ્ટ પુસ્તકો પ્રકાશિત કરીને અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો જીત્યા છે.
ઘણા જાણીતા અને શ્રેષ્ઠ લેખકોના પુસ્તકોનું પ્રકાશન.
ગુજરાતી – ગુણવંત શાહ, વર્ષા અડાલજા, આર.વી. દેસાઈ, વિનેશ અંતાણી, ચંદ્રકાંત બક્ષી, ગીજુભાઈ, કિશોર મકવાણા, મનુભાઈ પંચોલી, રઘુવીર ચૌધરી, સાંઈરામ દવે અને અન્ય ઘણા.
રાષ્ટ્રીય – નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, વીર સાવરકરજી, એલ કે અડવાણીજી, સુધા મૂર્તિજી, એપીજે અબ્દુલ કલામ સર, એન.આર. નારાયણ મૂર્તિજી, વર્ગીસ કુરિયનજી, કિરણ બેદીજી અને અન્ય ઘણા.
આંતરરાષ્ટ્રીય – પોલો કોએલ્હો, વોરેન બફેટ, એલોન મસ્ક, ડેલ કાર્નેગી, નેપોલિયન હિલ, ઇન્દ્રા નૂયી અને અન્ય ઘણા લોકો.
ગુજરાતી ભાષામાં વાંચન પ્રવૃત્તિ વધારવા માટે ઘણી યોજનાઓના પ્રણેતા.
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ઇબુક્સ રજૂ કરનાર પ્રકાશક શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને સમર્પિત.
ભારતમાં પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા, ધ ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ દ્વારા ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત પ્રકાશક અને વિશિષ્ટ પુસ્તક વિક્રેતા પુરસ્કારો પ્રાપ્ત કરનાર એકમાત્ર પ્રકાશન ગૃહ.