ઇઝરાયેલ પદ્ધતિ સાથે ગુણવતાયુક્ત દાણાદાર કેસર કેરીનું બમણું ઉત્પાદન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉનાળાની શરૂઆત થતાં જ સૌને પ્રિય એવી કેરીનું બજારમાં આગમન થઇ જાય છે. ખેડૂતો દ્વારા ગુણવત્તાયુક્ત કેરીનું ઉત્પાદન મેળવવા માટે અનેક પદ્ધતિઓ અપનાવવામાં આ રહી છે.  જે યોગ્ય માર્ગદર્શન હેઠળ શક્ય બને છે.

KP.com Mango 03

બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચીમનભાઈ સોલંકીએ ઇઝરાયેલની પદ્ધતિ પુડિંગ-ક્રોપીંગ અને ટપક સિંચાઈ સાથે 30 વિધા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડ દીઠ 15 થી 20 કિલો ગુણવતાયુક્ત દાણાદાર કેસર કેરીનું બમણું ઉત્પાદન લીધુ છે.

KP.com Mango 04 KP.com Mango 02KP.com Mango 05

એક વિધામાં અગાઉ 100થી 120 ઝાડ રોપાતા હતા, પરંતુ નવી ટેકનિક વાળી આંબાની ખેતીમાં 200 ઝાડ કેરી આપે છે. તેઓએ કહ્યું કે લોકોને કાર્બન મુક્ત કેસર કેરી મળી રહે તથા ખેડૂત અને ગ્રાહકનું જોડાણ થઇ શકે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું.

Share This Article