નેઇલ પોલિશ મહિલાઓના નખની સુંદરતા વધારવા માટે હોય છે. મહિલાઓ પોતાના નખને સુંદર દર્શાવવા માટે અલગ અલગ બ્રાંડની નેઇલ પોલીશનો ઉપયોગ કરતી હોય છે. બાદમાં જ્યારે તે ખરાબ થઇ જાય છે ત્યારે તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ ખરાબ થઇ ગયેલી નેઇલ પોલિશને ફેંકી દેતા પહેલા તે જાણી લો કે તેના કેટલા ફાયદા છે.
- જ્યારે તમે કોઇ પત્ર કે કાગળ ચોંટાડો છો અને તમને ગુંદર નથી મળી રહ્યુ તો તમારી ખરાબ થઇ ગયેલી નેઇલ પોલિશથી તે કાગળ ચોંટી જશે.
- તમારા રસોડામાં એક સરખા ડબ્બા હોય અને ઓળખવામાં તકલીફ થતી હોય તો, તેના પર નેઇલ પોલિશથી નામ લખી શકો છો.
- સોયમાં દોરો નાંખવામાં આપણને ખૂબ તકલીફ પડતી હોય છે. સહેલાઇથી સોયમાં દોરો પોરવવા માટે દોરાના કિનારે નેઇલપોલિશનું ટપકુ લગાવી દો જેથી સરળતાથી સોયમાં દોરો જતો રહેશે.
- જો તમારા ઘરની, દરવાજાની, તિજોરીની ચાવી એક જ સરખી છે તો તેમાં અલગ અલગ નેઇલ પોલિશથી નિશાન કરી શકો છો.
- જો તમારા કપડામાં નાનુ કાણુ પડી ગયુ છે, તો તેના ઉપર ટ્રાંસપરન્ટ નેઇલ પોલિશ લગાવી દો જેથી તે મોટુ થશે નહી.
હવે જો તમારી ખરાબ થઇ ગયેલી નેઇલ પોલિશને તમે ફેંકવાનુ વિચારતા હોવ તો આટલી બીબત ધ્યાનમાં રાખજો.