આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં માતાપિતા અને વાલીઓ પોતાના બાળકો પર પુરતુ ધ્યાન આપી શકતા નથી.જેથી બાળકો પોતાની ગમતી વસ્તુઓ પર વધારે ધ્યાન આપે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શેતાન બાળકો અને તોફાની બાળકો વચ્ચે અંતર નહીંવત સમાન હોય છે. આપના તોફાની બાળકો આ અંતરને પાર ન કરે તેના પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. હાલમાં જ કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં અન્ય નવી બાબતો પણ સપાટી પર આવી છે. ગુસ્સો આવવાની બાબત માનવીના સ્વાભાવિક ભાવ છે. પરંતુ કેટલાક બાળકો એવા હોય છે જે પોતાના ભાવ પર કાબુ રાખી શકતા નથી. નાના નાની અને નજીવી બાબતો પર પોતાના ભાવ ખુબ કઠોર રીતે વ્યક્ત કરતા રહે છે. આવા બાળકો પોતાના કરતા નાના બાળકો અને પોતાના કરતા મકજોર બાળકોને ઇજા પહોંચાડીને અને તેમને ખોટા શબ્દો બોલીને નારાજગી ખુબ કઠોર રીતે વ્યક્ત કરતા રહે છે. આવા બાળકો અન્યોને ખોટી બાબતો કહીને ખુશી વ્યક્ત કરે છે.
પરંતુ બાળકોના આ વ્યવહારનો અર્થ એ બિલકુલ નથી કે બાળક સારો નથી. એવુ બની શકે છે કે આ બાળક કોઇ માનસિક પરેશાનીનો સામનો કરી રહ્યો છે. પોતાની બાબતોને યોગ્ય રીતે રજૂ કરવામાં સફળ ન થતો હોય તેમ પણ બની શકે છે. આવી સ્થિતીમાં પોતાની નારાજગી આવા બાળકો પર વ્યકત કરવાની બાબત પણ યોગ્ય નથી. પોતાની માનસિક રીતે સારી ન હોવાના કારણે તે અન્યો પર ગુસ્સો કરે તે બાબત સ્વાભાવિક છે. બાળકને સજા આપવા અને તમામ દોષ તેના પર નાંખતા પહેલા તમામ બાબતોમાં ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તેના વ્યવહારના સંભવિત કારણોને શોધી કાઢવામાં આવે તે પણ જરૂરી છે. સામાન્ય રીતો તો તમામ માતા પિતા માટે તમામ બાળકો એક સમાન હોય છે. પરંતુ કેટલીક વખત અજાણતા કોઇ બાળક પ્રત્યે તેમનો પ્રેમ વધારે રહે છે. બાળકો ખુબ સંવેદનશીલ હોય છે. જ્યારે તેમને લાગે છે કે તેમના પર ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી ત્યારે તેઓ ગુસ્સો કરવા લાગી જાય છે. પોતાની તમામ નારાજગી ઘરમાં તોડફોડ અને નાના મોટા ભાઇને ની સાથે મારામારી કરીને કાઢે છે. જા ઘરમાં હમેંશા ટેન્શનનો માહોલ રહે છે તો તેના કારણે બાળકોમાં એક પ્રકારનો ગુસ્સો આવવા લાગી જાય છે.
જે ઘરમાં નજીવી બાબતો પર લડાઇ ઝગડા થતા રહે છે તે પરિવારમાં અથવા તો તે ઘરમાં બાળકો પોતે ઉપેક્ષિત અનુભવ કરવા લાગી જાય છે. આવી સ્થિતીમાં બાળકો મોટા ભાગે મોબાઇલ અથવા તો ટીવીમાં વધારે વ્યસ્ત રહેવા લાગી જાય છે. કેટલાક અભ્યાસમાં તો આ બાબત પણ સાબિત થઇ ગઇ છે કે જરૂર કરતા વધારે પ્રમાણમાં ટીવી અને ઇન્ટરનેટના ઉપયોગથી બાળકો હમેંશા ઉગ્ર બનતા જાય છે. શિસ્ત બાળકો માટે ખુબ ઉપયોગી છે. પરંતુ જે માતા પિતા પોતાના બાળકોની સાથે કઠોર રીતે પેશ થાય છે તે પોતાના બાળકોના ક્યારેય મિત્ર બની શકે તેમ નથી. બાળકો સાથે મિત્રતાની ભાવના રાખીને બાળકોને વધારે સંતોષ આપી શકાય છે. બાળકો સંવેદનશીલ હોવાથી તેમના નાના નાની બાબતો તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. બાળકોની શેતાની નજરઅંદાજ કર્યા વગર તેમની નાની નાની બાબતો પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. બાળકોને શક્ય બને તેટલા પ્રમાણમાં ટીવી અને મોબાઇલથી દુર રાખવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. બાળકોની સાથે કોઇને કોઇ પ્રવૃતિ માતા પિતા દ્વારા કરવામાં આવે તે બાળકો વધારે યોગ્ય અનુભવ કરે છે. ખાસ કરીને બાળકો સાથે કોઇ પણ રીતે સમય ગાળવાની બાબત સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે. આ સામાન્ય બાબત સાંભળવા મળી રહી છે કે આજના સમયમાં બાળકો કોર્સ સિવાય અલગથી પુસ્તકો વાંચી શકતા નથી.
કારણ મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર અને લેપટોપ છે. આ તમામ આધુનિક ગેજેટ્સના કારણે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં તો આજે પણ બાળકોની વાર્તા અને કવિતાઓની કોઇ કમી દેખાતી નથી. બજારમાં ભરપુર પ્રમાણમાં પુસ્તકો રહેલા છે. પરંતુ સમસ્યા એ છે કે બાળકોમાં ભણવાને લઇને ઇચ્છાશક્તિ વિકસિત થઇ રહી નથી. આવી સ્થિતીમાં માતાપિતાની કેટલીક જવાબદારી વધી જાય છે. બાળકોમાં પુસ્તકોને લઇને કઇ રીતે ઇચ્છાશક્તિ જાગૃત થાય તે બાબત ખુબ ઉપયોગી છે. બાળકોના વર્તન પર ધ્યાન જરૂરી છે.