ભોજન બાદ તરત બ્રસ નહીં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આધુનિક સમયમાં મોટાભાગના લોકોના દાંતમાં કોઇને કોઇ તકલીફ રહે છે. આ સંબંધમાં વારંવાર તબીબો જુદી જુદી ચેતવણી આપતા રહે છે. પરંતુ દાંતની તકલીફનો ઉકેલ આવી શક્યો નથી. હવે ડેન્ટીસ્ટોએ ચેતવણી આપતાં કહ્યું છે કે ભોજન લીધાના ૩૦ મિનિટ બાદ અથવા તો કોફી પીધાના ૩૦ મિનિટ બાદ બ્રશ કરવાની બાબત ગંભીર પણે નુકશાન પહોંચાડે છે. ભોજનના ૩૦ મિનિટ બાદ જ દાંત સાફ કરવાથી દાંતને નુકશાન થવાની બાબત સપાટી ઉપર આવી છે.

તબિબોએ ચેતવણી આપતા કહ્યું છે કે નિર્ધારીત ગાળાની અંદર જ દાંત બ્રશ કરવાથી ફાયદો થાય છે. પરંતુ વહેલી તકે બ્રશ નુકશાન પહોંચાડે છે.એક અગ્રણી અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં એકેડમી ઓફ જનરલ ડેનીસટ્રીના પ્રમુખ આર ગેમ્બલે કહ્યું છે કે ભોજનના ટૂંકા ગાળાની અંદર જ બ્રશ કરવાથી એસીડીક ડ્રિંક અથવા તો ભોજનમાં રહેલા તત્વોના કણ બે દાંતની વચ્ચે છેક ઊંડા સુધી જતા રહે છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જોએસીડીક સોફ્ટ ડ્રિંક બાદ અડધા કલાકની અંદર બ્રશ કરવામાં આવે તો દાંતને વધુ નુકશાન થાય છે. આનાથી દાંત વધુ ઝડપથી કટાઇ જાય છે. અભ્યાસના ભાગ રૂપે લોકોના જુદા જુદા સેમ્પલ  લેવામાં આવ્યા હતા. સોફ્ટડ્રિંક બાદ ૨૦ મિનિટની અંદર બ્રશ કરવાથી દાંતની ઉલ્લેખનીય રીતે નુકશાન થાય છે. જો કે ૩૦ થી ૬૦ મિનિટના ઇન્ટ્રાઓરલ ગાળા બાદ ફાયદો થાય છે.

Share This Article