રોટલી બળી જતા પત્નીને આપ્યા છૂટાછેડા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ઉત્તરપ્રદેશમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. એક મુસ્લિમ યુગલ વચ્ચે કંઇક એવુ થયુ કે પતિએ પત્નીને તલાક આપી દીધા. ફક્ત રોટલી બળી જવા જેવી સામાન્ય બાબતમાં મુસ્લિમ યુવકે તેની પત્નીને  ત્રણ તલાક આપી દીધા હતા.  પોલીસના જણાવ્યા અનુસાર એક 24 વર્ષની મહિલાએ આવીને કહ્યુ હતુ કે, તેના પતિએ રોટલી બળી જવાને લીધે ત્રણ તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

ફરિયાદ અનુસાર રઝિયા નામની યુવતીના નિકાહ નિહાલ ખાન સાથે 2017માં થયા હતા. રઝિયાએ કહ્યુ હતુ કે, પતિએ તલાક આપ્યા તેની ફરિયાદ કરવા માટે તે પોલીસ સ્ટેશન આવી હતી પરંતુ પોલીસ અધિકારીએ તેને વઢીને કાઢી મૂકી હતી.

રઝિયાએ તે પણ કહ્યુ હતુ કે, તલાક આપ્યાના 2 દિવસ પહેલા તેના પતિ નિહાલ ખાને શરીરના અમુક હિસ્સા પર સિગરેટના ડામ પણ દીધા હતા. બાદમાં રોટલી બળી જવા જેવી સામાન્ય બાબતમાં તેને ત્રણ તલાક આપી દીધા હતા અને ઘરેથી કાઢી મૂકી હતી.

Share This Article