ઘરેલુ હિંસા ,નિરાધાર મહિલા, દેહ વ્યાપારનો ભોગ બનેલ મહિલાઓ પિડિતાને માટે સરકાર દરેક જિલ્લામાં શક્તિ સદન બનાવવા જઈ રહી છે. આ શક્તિ સદનમાં, પિડિત મહિલા વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી આશ્રય લઈ શકશે. મેજીસ્ટ્રેટની પરવાનગીથી ત્રણ વર્ષ કરતા વધુ સમય પણ રહી શકશે. હાલમાં ગુજરાતમાં ત્રણ જિલ્લામાં શક્તિ સદન અસ્તિત્વમાં છે. આવનારા દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શક્તિ સદન અસ્તિત્વમાં આવશે.
ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સૂત્રોના જણાવ્યાનુંસાર, ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં જિલ્લાસ્તરનુ શક્તિ સદન બનાવવામાં આવશે. આ શક્તિ સદનમાં, વધુમાં વધુ ૫૦ જેટલી મહિલાઓ રહી શકે તેવી વ્યવસ્થા હશે. શક્તિ સદનમાં આશ્રય લેનાર પિડિતા માટે રોજબરોજની જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ખોરાક, વસ્ત્રો, દવા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં ગાંધીનગર, અમદાવાદ, પાટણ, ડાંગ, સુરેન્દ્રનગર અને આણંદમાં શક્તિ સદન બનાવવામાં આવ્યા છે. આ શક્તિ સદનમાં હાલમાં કેટલીક મહિલાઓ આશ્રય લઈ રહી છે. ત્રણ જિલ્લામાં બનાવેલ શક્તિ સદનને ધ્યાને લઈને રાજ્ય સરકારે હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાવવાનો ર્નિણય લીધો છે. આગામી દિવસોમાં મહિલા લક્ષી ગુન્હાનો ભોગ બનેલ મહિલા પિડિતાને આત્મસન્માન અર્થે અને સમાજમાં પુન સન્માનજનક જીવન જીવી શકે તે હેતુથી શક્તિ સદન બનાવવામાં આવશે.