તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિર્ધારિત ગાળા કરતા થોડાક સપ્તાહ પહેલા જન્મ લેનાર નવજાત શિશુમાં શિશુ તરીકે આરોગ્યની સમસ્યા ઊભી થવાનો ખતરો પ્રમાણમાં વધારે રહે છે. નવા અભ્યાસ દરમિયાન તબીબીઓ જણાવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર બાળકોમાં આરોગ્યની સમસ્યા ઊભી થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહે છે. તબીબોનું કહેવું છે કે વ્યાપક અભ્યાસ બાદ તેઓ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. સંશોધકોએ લિસેસ્ટર, લિવરપુર, ઓક્સફોર્ડ, વાર્વિક, નેશનલ પેરિમેન્ટલ, ઇપીડેમીલોજી યુનિટની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ આ મુજબના તારણો આપ્યા છે.
૧૦ વર્ષ અગાઉ જન્મ લઈ ચૂકેલા બ્રિટનમાં ૧૪૦૦૦ બાળકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષની વય સુધી તેમના ઉપર અભ્યાસની પ્રક્રિયા ચાલી હતી. તેમની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થવા, અસ્થમા જેવી તકલીફ થવા જેવી બાબતો જાણવામાં આવી હતી. અગાઉ વહેલી તકે જન્મ લેનાર બાળકો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. ૩૨ સપ્તાહ પહેલા જન્મ લેનાર બાળકોની સ્થિતિ ચકાસવામાં આવી હતી.
અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે યોગ્ય તબક્કામાં જન્મ લેનાર બાળકોને ઓછી તકલીફ રહે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર શિશુમાં પાંચ વર્ષની વય સુધી આરોગ્યની સમસ્યાઓનો ખતરો રહે છે.
દાખલા તરીકે સમયસર જન્મેલા બાળકો પ્રમાણમાં વધારે સ્વસ્થ રહે છે. તાજેતરના વર્ષોમાં પણ તબીબોએ આપેલી તારીખ કરતા વહેલી તકે ઘણા બાળકોના જન્મ થઈ જાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માતા-પિતા અને વાલીઓને તારણોને લઈને સાવધાન રહેવાની ચોક્કસપણે જરૂર છે. તબીબોની સલાહ મુજબ આગળ વધવું જોઈએ.