કંપનીઓને ડિજીટલ દ્રષ્ટિએ સક્ષમ બનાવવા માટે આઇટી નેટવર્કીંગ સોલ્યુશન્સ પૂરી પાડતી અગ્રણી, ડિજીસોલ સિસ્ટમ્સ લિમીટેડે, અમદાવાદમાં 20 નવેમ્બર 2019ના રોજ અમદાવાદમાં યોજાયેલ એક ઇવેન્ટ દરમિયાન એન્ટરપ્રાઇસ સ્ટ્રક્ચર્ડ કેબલિંગ સોલ્યુશનની સિરીઝ ‘‘ConvergeX’’ લોન્ચ કરી હતી. નામ ‘ConvergeX’ શબ્દ ‘કન્વર્જ’નો ઉલ્લેખ કરે છે જે એક જ નેટવર્કના અર્થમાં વપરાય છે જે તારીખ, અવાજ અને વીડિયો ટ્રાફિકને એકસમાન રાખે છે અને મિશ્રીત કરે છે.
જ્યારે X એટલે મહત્તમ ગતિ તેવો થાય છે. ‘ConvergeX’ એન્ટરપ્રાઇસ સ્ટ્રક્ચર્ડ કેબલિંગ સિરીઝ એન્ટરપ્રાઇસના કાર્યમાં વિસ્તરણ કરવાનો અને ભવિષ્ય માટે તકોના દ્વારા ખોલે છે.
“આજના ટેકનોલોજી આધારિત યુગમાં, ડિજીટલ બિઝનેસ અને વોઇસ, વીડિયો અને ડેટાના વપરાશમાં વધારો થયો હોવાથી એન્ટરપ્રાઇસિસ વિકસી રહ્યા છે, તેમજ ફ્યુચર રેડ્ડી સોલ્યુશનની જરૂર છે તે સિંગલ નેટવર્ક પર ટ્રાફિકને મિશ્ર કરે છે અને અંતરાયમુક્ત કનેક્ટીવિટી પૂરી પાડે છે એમ ડિજીસોલના સીઇઓ શ્રી દેવેન્દ્ર કામતેકરે લોન્ચ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે ‘ConvergeX’ ઓફર કરતા ખુશી અનુભવીએ છીએ જે ભારે ગતિ અને પર્ફોમન્સ ઓફર કરે છે અને એન્ટરપ્રાઇસિસને ભવિષ્યની વૃદ્ધિ માટે માર્ગ કંડારવામાં ડિજીટલી રીતે સક્ષમ બનાવે છે.”
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા, ડિજીસોલ સિસ્ટમ્સ લિમીટેડના પ્રોડક્ટ મેનેજર શ્રી પ્રદોષ નાડકર્ણીએ જણાવ્યું હતું કે, “ડિઝાઇન, ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતાઓ પર ભારે ભાર મુક્યો છે તેવી એક સંસ્થા તરીકે અમારા માટે સામાન્ય રીતે બેન્ડવિથના અસંતોષવાળી આઇસીટી ઉદ્યોગમાં ફ્યુચર રેડ્ડી પ્રોડક્ટ્સ અને ખાસ કરીને ડેટા સેન્ટર સાથે ઉભરી આવવું અમારા કુદરતી છે. ‘ConvergeX’ એક બ્રાન્ડ તરીકે અમારી મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિબ છે જેથી અમારા ગ્રાહકો માટે ઝડપી, વધુ સારી અને નવીન પ્રોડક્ટ્સ લાવી શકાય.”
ડિજીસોલના તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ‘ConvergeX’ સિરીઝની એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી તે પ્રવર્તમાન અને નેક્સ્ટ જનરેશન ડેટા કોમ્યુનિકેશન્સ સર્વિસીઝ, એપ્લીકેશન્સ અને ટેકનોલોજીસ જેમ કે 5G, IoT, Wi-Fi 6, ક્લાઉડ, AI સિરીઝની ઊંચા પરફ્રોમન્સની જરૂરિયાતને ટેકો આપે. આ સિરીઝ UL અને ETL સર્ટિફિકેશન ધરાવે છે અને તે સંપૂર્ણ સ્ટ્રક્ચર્ડ કેબલિંગ સોલ્યુશન છે જે એન્ટરપ્રાઇસને સિંગલ નેટવર્ક પર ડેટાને એકસમાન કરીને માહિતીમાં ઍક્સેસ સિક્યોર કરવામાં ગતિ વધારીને તેમા બિઝનેસ અને ઉત્પાદકતા વધરવામાં મદદ કરે છે.
ડિજીસોલ માટે પશ્ચિમ પ્રદેશ અનેક અગત્યના પ્રદેશોમાંનો એક છે. આમ ડિજીસોલ સતત સંશોધન દ્વારા પર્ફોમન્સને આગળ ધકેલવાનો ઉદ્દશ ધરાવે છે. ડિજીસોલે ‘ConvergeX’ કનેક્ટ આટી સિરીઝ હેઠળ નવી અસંખ્ય પ્રોડક્ટ્સ રજૂ કરી છે; કંપનીએ આકર્ષક યોજનાઓ જેમ કે કેશ કરો લોયલ્ટી પ્રોગ્રામ ઇલેક્ટ્રિશિયન્સ માટે, તેમજ સિસ્ટમ ઇન્ટીગ્રેટર્સ માટે થાઇલેન્ડ અને એઝરબૈજનનો પ્રવાસ રજૂ કર્યો છે. સિવાય, ડિજીસોલ પોતાના ભાગીદારોને ડિજીસોલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનિકલ ટ્રેઇનીંગ (ડીઆઇટીટી) દ્વારા તાલીમ આપીને સક્ષમ બનાવી રહી છે.