નવા વર્ષનું સ્વાગત આપણે સેલિબ્રેશનથી કરતાં હોઈએ છીએ. નવા વર્ષનાં આગમન માટે ઘરને પણ સજાવતા હોઈએ છીએ. દિવાળીમાં ઘરની સજાવટ ટ્રેડિશનલ રીતે કરીએ છીએ પરંતુ, નવા વર્ષની સજાવટ કન્ટેમ્પરરી અને બ્રાઈટ હોવી જોઈએ. અહીં કેટલાંક નમૂના આપ્યા છે, જે રીતે તમે તમારા ઘરમાં નવા વર્ષનું ડેકોરેશન કરી શકશો.
ઘરનાં એન્ટ્રન્સમાં છત પર આ પ્રકારે હેપી ન્યૂ યર ડેકોર પીસ લગાવી શકો છો, જે ઈઝી રીમૂવેબલ પણ છે.
ન્યૂ યરમાં આખા ઘરનું ડેકોરેશન ચેન્જ ન કરવા માંગતા હોવ તો ઘરનાં એક કોર્નરમાં આ પ્રકારનાં બલૂન્સ અને કાર્ડ તથા ચોકલેટ રાખી સજાવી શકો છો. જે ગેસ્ટને પણ એટ્રેક્ટ કરી શકો છો.
ન્યૂ યરમાં ઘરમાં આવનાર મહેમાન માટે જો પાર્ટી આયોજિત કરી હોય તો આ પ્રકારનાં બલૂન્સની ઘરની સજાવટ કરી શકો છો.
ન્યૂ યર રીઝોલ્યૂશન માટે ઘરની એક દિવાલ પર વિશ લિસ્ટ બનાવી શકો. જેમાં ઘરનાં સભ્યો પોતાની વિશ લખી શકશે.