વધારે સમય સુધી અથવા તો સતત કલાકો સુધી ટીવીને નિહાળવાથી માત્ર આંખને જ નુકસાન નથી બલ્કે કેટલાક રોગ થવાનો પણ ખતરો છે. વધુ સમય સુધી ટીવી જોવાથી ટાઇપ-૨ ડાયાબિટીસ થવાનો પણ ખતરો રહેલો છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી વાત કરવામાં આવી છે. હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પલ્બીક હેલ્થ (એચએસપીએચ) દ્વારા કરવામાં આવેલા નવા અભઅયાસમાં સંકેત કરવામાં આવ્યો છે કે લાંબા સમય સુધી ટીવી નિહાળનાર લોકોને ટાઈપ-૨ ડાયાબ્રીટિશ, હાર્ટ સાથે સંબંધિત રોગ થવાનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત કમોત થવાનો ખતરો પણ વધી જાય છે.
હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસમાં સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું છે કે ટીવી નિહાળવાના સમયમાં ચોક્કસપણે બ્રેક મૂકવામાં આવે તે જરૂરી છે. આનાથી હાર્ટના રોગ થવાનો ખતરો ઘટે છે. એચએસપીએચ ખાતે ન્યૂટ્રીશન અને ઈપીડેનીયોલોજીના પ્રોફેસર ફ્રેન્ક હુએ જણાવ્યું છે કે શારીરિક પ્રવૃત્તિના સ્તરને વધારવાની જરૂર નથી. જુદી જુદી રીતે વર્તનમાં ફેરફાર કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને લાંબા સમય સુધી ટીવી નિહાળવાથી ખતરો વધી જાય છે. ૧૯૭૧થી ૨૦૧૧ વચ્ચેના ગાળામાં તૈયાર કરવામાં આવેલા અભ્યાસના તારણોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધારે સમય સુધી ટીવી નિહાળવાથી ટાઈપ-૨ ડાયાબ્રીટિશ, હાર્ટ સાથે સંબંધિત રોગ અને અન્ય બિમારીઓનો ખતરો વધી જાય છે.