દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ખલાસી ત્રિપુટી સાથે ગુજરાતી ગીત ‘રંગારા’ સાથે રૅપમાં પ્રથમ પ્રવેશ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ફાલ્ગુનીનું નવું ગુજરાતી રૅપ રંગારા જુઓ! અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે તેના સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક સાથે તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકવા સુસજ્જ છે. ફાલ્ગુની પાઠક પહેલી જ વાર આ  સ્વર્ણિમ ગુજરાતી ગીતમાં પોતાની રૅપ કુશળતા દર્શાવશે. આ સાથે ગતિશીલ ખલાસી ત્રિપુટી આદિત્ય ગઢવી, અચિંત ઠક્કર  અને સૌમ્યા જોશી સાથે તેનું પદાર્પણ જોડાણ કર્યું છે, જે અગાઉ ક્યારેય નહીં તેવો સંગીત જલસો બની રહેશે.

ફાલ્ગુની પાઠક તેનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે. હવે રંગારા પર કામ કરવા વિશે તેના રોમાંચ અને પડકાર  બાબતે તે કબૂલ કરતાં કહે છે, “વાસ્તવમાં મારે માટે આખું ગીત પડકારજનક હતું,  “આ ગીત  અલગ છે.  હા, આનું કારણ હું  સામાન્ય રીતે  લોકગીતો ગાઉં છું. અને આ ગીત અલગ છે.  અને હું ખરેખર તે ગાવા માગતી  હતી. આ ગીત સાવ  અલગ છે. આ શબ્દોનું પ્રોજેકશન છે, તેમાં ટ્યુન છે, તેમાં હાર્મની છે, તે સંગીત ધરાવે છે,  તે લય ધરાવે છે.  અને ખાસ કરીને આ વખતે આ મારી સાથે  રૅપ ગીત છે. મારા સંપૂર્ણ જીવનમાં  પહેલી વાર મેં રૅપ  ગીત ગાયું છે.

છેલ્લા ત્રણ દાયકાથી સંગીત ઉદ્યોગમાં બોલબોલા ધરાવતી ફાલ્ગુની પાઠક દાંડિયાની નિર્વિવાદ ક્વીન છે, જે આગામી ગુજરાતી ગીતમાં પરંપરા અને નાવીન્યતાને સાથોસાથ લાવે છે અને ગુજરાતી સંગીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.મંચ પર બેસુમાર ઊર્જા માટે ઓળખાતી ફાલ્ગુની પાઠક ફક્ત ગાયિકા નથી, પરંતુ સેન્સેશન છે. તેનો નવરાત્રિ દરમિયાન પરફોર્મન્સ તારલાઓની નીચે આનંદિત ઉજવણી અને નૃત્ય સાથે પ્રતિકાત્મક રહ્યો છે. નવું ગીત રંગારા સાથે તે પોતાના ચાહકોમાં અનોખો જોશ પ્રગટાવવા માટે સુસજ્જ છે.

તો રંગારામાં અગાઉ ક્યારેય નહીં તે રીતે ફાલ્ગુની પાઠકના અણધાર્યા અને મોજીલા તાલે ઝૂમવા માટે તૈયાર થઈ જાઓ!

Share This Article