સર્જક હંમેશા કંઈ નવુ કરવા માટે તત્પર રહે છે. તેને દરેક વસ્તુને કલાત્મક રીતે જોવાની આદત પડી ગઈ હોય છે. ક્યારેક તેમની ક્રિયેટીવીટી અદ્ભૂત હોય છે તો ક્યારેક સાવ વિચિત્ર લાગે છે. આ દરેક પાછળ તેમની કલ્પના શક્તિ દર્શાવે છે. આપણે ફેશન શોમાં પણ જોતા હોઈએ છીએ કે અમુક કપડાં નોર્મલ લોકો પહેરી શકે તેવા હોતા જ નથી, તેમ છતાં રેમ્પ પર શો થાય છે, કેમકે તેમાં ડિઝાઈનરની ક્રિયેટીવીટી પણ દર્શાવાતી હોય છે. તેવી જ રીતે ઘણાં એવા ક્રિયેટર્સ છે જે નિત નવા અખતરા કરતા હોય છે. આજે આપણે આવી જ કેટલીક વિચિત્ર ક્રિયેટીવીટી જોઈશું.
તમે બ્્રેડ ટોસ્્ટર તો ઘણાં જોયા હશે , પરંતુ શું તમે ક્્યારેય આવુ ટોસ્્ટર જોયુ છે? આ જોઈને તમને ખૂબ નવાઈ લાગશે કે કોઈ પ્્રાણીનાં ફરવાળુ ટોસ્્ટર બનાવ્્યું છે. આ બનાવનારે રેબિટના ફેસ અને બોડીનું આબેહુબ નકલ કરીને તેનું ટોસ્્ટર કવર બનાવ્્યુ છે. જે ક્્રિયેટીવીટી તો જોરદાર છે પણ જોવામાં એકદમ વિચિત્્ર લાગે છે.
ના…ના…આ કોઈ મહિલાનાં પગ નથી…આ તો મેલ ચપ્્પલ છે. જી હા, આ પુરુષોનાં એવા ચપ્્પલ છે જેને આગળથી એવી રીતે પેઈન્્ટ કરવામાં આવ્્યા છે કે એવુ લાગે કે કોઈ મહિલાએ સ્્લીપર પહેર્્યા હોય. આવા પગરખા પહેરીને કોઈ પણ વ્્યક્્તિ આકર્્ષણનું કેન્્દ્્ર બની શકે. આ પણ એક વિચિત્્ર ક્્રિયેટીવીટી છે.
લો કરી લો વાત…! આ બહેનને એટલી શરદી થઈ ગઈ છે …એટલી શરદી થઈ ગઈ છે કે આખે આખો ટોયલેટ રોલ માથામાં ભરાઈને ફરે છે. જ્્યારે જરૂર પડે ત્્યારે માથામાંથી રોલ ખેંચીને નાક સાફ કરી લેવાનું…બોલો છે ને વિચિત્્ર ક્્રિયેટીવીટી.
હવે પગમાં માછલીઓ પણ ફરતી દેખાશે. વાત એમ છે કે એક મહાનુભાવે એવા શુઝ શોધ્્યા છે, જેની હિલમાં નાનું એક્્વેરિયમ પણ બનાવાયુ છે. આ પણ એક વિચિત્્ર ક્્રિયેટીવીટી છે.
પડખુ ફરીને સૂવા માટે આ બેસ્્ટ પલંગ છે. બનાવનારની વિચિત્્ર ક્્રિયેટીવીટીને સલામ છે.