શું તમે તમારા ઘરની ટ્રેડિશનલ સજાવટથી કંટાળી ગયા છો ? શું તમારા ઘરમાં પણ ટિપિકલ સોફા, ટીવી યુનિટ અને એ જ સેન્ટર ટેબલ છે? શું તમે તમારા ઘરને કંઈક ઈનોવેટિવ આઈડીયાઝથી સજાવવા માંગો છો? તો અહીં અમે તમને બતાવિશું લેટેસ્ટ ટ્રેન્ડ અને ક્રિએટિવ થીંક્સ જેનાં લીધે તમે તમારા ઘરને ઓછા બજેટમાં પણ યુનિક અને કન્ટેમ્પરરી લુક આપી શકશો.
ફાનસ
જૂના જમાનામાં પ્રકાશ માટે વપરાતા ફાનસ આજે ડેકોરેશન પીસ ગણાય છે. તેમાં હવે કેરોસિન કે તેલ પૂરવાનું નથી રહેતું તેની જગ્યાએ બલ્બ ફીટ કરેલો હોય છે. આ ફાનસ તમે ડિનર ટેબલ પર, ગાર્ડનમાં, બાલ્કનીમાં કે ઘરની સીડીમાં પણ લગાવી શકો છો.
બોટલ લાઈટિંગ અને જાર લાઈટિંગ
આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે , જેમાં લાઈટની સીરીઝને બોટલમાં ભરીને ઘરમાં કે બાલ્કનીમાં સજાવવાનો.
જૂના ટાયર
જૂના ટાયરને કલર કરીને આ રીતે યુનિક બેઠક બનાવી શકો છો.
ફેરી લાઈટ ફોટો ગેલેરી
બેડરૃમમાં દિવાલ પર લાઈટ સીરીઝને ભરાવીને તેમાં તમારી સ્વિટ મેમરીવાળા ફોટોઝ લગાવી શકો છો.
કેજીસ
પંખીનાં પાંજરાને કલર કરીને તેમાં ફ્લાવર કે લાઈટિંગ દ્વારા સજાવીને આઉટ ડોર કે ડ્રોઈંગરુમની શોભા વધારી શકો છો.
ગેરેલી પ્લાન્ટર્સ
ગેલેરીમાં બ્રાઈટ કલરનાં પોટ્સમાં વિવિધ પ્લાન્ટ લગાવીને ગેલેરીની શોભા વધારી શકો છો.
નેમ પ્લેટ
જો તમારા ઘરમાં નાના બાળક હોય તો તેનાં રૃમનાં દરવાજા પર આવી નેમ પ્લેટ લગાવો.
આ રીતે તમે પણ આમાંથી કોઈ એક વસ્તુ ઘરમાં સજાવી ઘરને નવું રૃપ આપી શકો છો.