બાપુનગરમાં કોંગ્રેસે મેળવી જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બાપુનગરમાં કોંગ્રેસે મેળવી જીત

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપા અને કોંગ્રેસ બન્ને પક્ષો માટે મહત્વપૂર્ણ રહી છે. અમદાવાદ બાપુનગર-૪૯ વિધાનસભા બેઠક પણ આ બેઠકો પૈકી એક બેઠક હતી.

બાપુનગર બેઠક પર સવારથી કાંટે કી ટક્કર જોવા મળી રહી હતી, હવે જ્યારે ચૂંટણી પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. આ કાંટે કી ટક્કરમાં આખરે બાપુનગરની જનતાએ પંજાને આવકારી હિંમતસિંહ પટેલને જીત અપાવી છે. કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ૩,૦૬૭ મતોની સરસાઇથી ભાજપાના જગરૂપસિંહ રાજપૂતને હરાવ્યા છે. ૨૦૧૨ની વિધાનસભામાં જગરૂપસિંહ રાજપૂતે ૨,૬૦૩ મતોથી વિજય મેળવ્યો હતો.

Share This Article