બાંગ્લાદેશની દીકરીને માદરે વતન મોકલી માતા-પિતા સાથે અદભૂત મિલન કરાવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જૂનાગઢ: સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા બાળકોની સલામતી-સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ ખાતેથી મળેલી બાંગ્લાદેશની દીકરીને તેના માદરે વતન પહોંચાડીને તેના માતા-પિતા સાથે મિલન કરાવવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીની યાદીમાં જણાવ્યાનુસાર માર્ચ-૨૦૧૭માં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી એક સગીર દીકરી રડતી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાના આ દીકરીને બાંગ્લાદેશથી મુંબઇ, મુંબઇથી અમદાવાદ અને અમદાવાદથી માંગરોળ લવાઇ હોવાનું કનેકશન ખુલ્યું હતું. માંગરોળ પોલીસ દ્વારા આ દીકરીને શિશુમંગલ સંસ્થામાં સોંપાઇ હતી.

સંસ્થાકીય સંભાળ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમીતીએ પરામર્શ કરીને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીનો સંપર્ક કર્યો હતો તેના માર્ગદર્શન મુજબ આ બાંગ્લાદેશી દીકરીને માદરે વતન મોકલીને તેના માતા-પિતાને મળાવવાનું શ્રેષ્ઠત્તમ કામ કર્યું છે.

Share This Article