અમદાવાદ : જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના પરિણામ સ્વરૂપે તેની અસર હવે ગુજરાતમાં પણ દેખાવા લાગી છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. ઠંડા પવનો પણ ફુંકાવા લાગી ગયા છે. દિવાળી પર્વની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ હવે થવા લાગ્યો છે. ઘણા લોકો ગરમ વ†ોમાં પણ નજરે પડી રહ્યા છે. આજે સવારે ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો. પશ્ચિમી પવનોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાનું હવામાન વિભાગે કહ્યું છે. લોકો ઠંડીથી બચવા માટે સવારે તાપણીનો સહારો પણ લઈ રહ્યા છે. ખેડુતો દ્વારા શિયાળુ પાક માટે વાવણીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આજે શનિવારના દિવસે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી રહ્યું હતું.
જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી રહ્યું હતું. મહુવામાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો સીલસીલો હવે જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઈ ચુકી છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જાકે આગામી બે દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમત તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. શાકભાજી વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. દિવાળી પર્વ પર ટાઈમ ટેબલ ખોરવાઈ ગયા બાદ હવે ફરીવાર લોકો સાવધાન બન્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું. જ્યારે આજે તેમાં આંશિક સુધારો થયો હતો અને લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું.