અમદાવાદ : નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરેલી પી.એમ સ્વનિધિ યોજના, સ્વામિત્વ યોજના સહિત નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ અંતર્ગત લોન-ધિરાણ સહાય આપવામાં બેન્કર્સ જરૂરી કાર્યવાહિ સત્વરે હાથ ધરે. રાજ્ય સરકારનો અભિગમ પ્રો-પૂઅર રહ્યો છે, ત્યારે નાના માનવી, જરૂરતમંદ લાભાર્થીને બેંકમાંથી લોન-ધિરાણ આપવામાં બેંકોએ પણ પોઝિટીવ એપ્રોચ અપનાવવો પડે. આવા નાના માનવીઓની લોન અરજીઓ ક્ષુલ્લક કારણોસર પેન્ડીંગ રાખવા કે રદ કરી દેવાને બદલે બેન્કર્સ એમને યોગ્ય માર્ગદર્શન, મદદ આપી, સરળતાએ લોન ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે. એસ.એલ.બી.સી.ના ચેરમેન વિક્રમાદિત્ય ખીંચીએ રાજ્યમાં બેન્કીંગ સેક્ટર અને રાજ્ય સરકારના સૌહાર્દપૂર્ણ સંકલનથી થઇ રહેલી કાર્યપદ્ધતિની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં પાંચ કિ.મીટરની રેડિયસમાં નાગરિકોને બેન્કીંગ સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહિ, ૯૮૦૦ ઉપરાંત બ્રાંચ અને ૧૨ હજારથી વધુ એ.ટી.એમ.ની સેવાઓ પણ સરળતાએ મળી રહે છે. સ્વામિત્વ યોજના અન્વયે ૧૪૮૦૦ ઉપરાંત ગામોમાં લાભાર્થીઓના સર્વે અને પ્રોપર્ટી કાર્ડ માટે રાજ્ય સરકારે ઉપાડેલી ઝૂંબેશથી યોજનાકીય અમલમાં બેંકોને સરળતા મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી.ગુજરાતમાં કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા સેક્ટર્સમાં રાજ્ય સરકારે બજેટમાં લોન-ધિરાણ માટેની જે જાેગવાઇઓ કરી છે તેનો વ્યાપક લાભ લાભાર્થીઓને મળે તેવી સક્રિયતા સાથે બેન્કીંગ સેક્ટરે ઇનીશ્યેટીવ્ઝ લેવા જરૂરી છે. શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે. બેન્કોને ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી બેંકીંગ સેવા મળે તેવી ડિઝીટલાઇઝેશન સુવિધા વિકસાવવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું છે.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more