બ્યુટિશિયનો અને નિષ્ણાતો કહે છે કે ઠંડા પવન હમેંશા સ્કીન અને વાળને નુકસાન કરે છે. આના કારણે સૌન્દર્યની સમસ્યા ઉભી થાય છે. આ સિઝનમાં તો ઓઇલી સ્કીન પણ શુષ્ક થઇ જાય છે. જેથી શુષ્ક સ્કીનને ક્રીમ અને ઓઇલની મદદથી મોઇસ્ચરાઇઝ કરવામાં આવે છે. બ્યુટિશિયનોનુ કહેવુ છે કે આ પ્રકારની સિઝનમાં દરેક વ્યક્તિએ દરરોજ પોતાના ફેશિયલ કેયર રૂટીન હેઠળ સ્કીનને બે વખત સાફ કરવાની જરૂર હોય છે.
સુતા પહેલા ચહેરા પર જામી ગયેલા કચરાને સાફ કરવામાં આવે તે જરૂરી છે. સુતા પહેલા દિવસ દરમિયાન અને સાંજે પણ ચહેરા પર માટી અને ધુળના કણ ચોંટી જાય છે. આ બાબત એમ જાણી શકાતી નથી. જેથી ધીમી ધીમે દરરોજ સુતા પહેલા ગરમ પાણી સ્કીનને સાફ કરવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે સામાન્ય અને શુષ્ક બંને પ્રકારની સ્કીન માટે ક્લીજિંગ ક્રીમ અથવા તો જેલનો પ્રયોગ કરી શકાય છે. વૈકલ્પિક રીતે તમે અડધા કપમાં ઠંડુ પાણી લઇને તેમાં તલ, સુર્યમુખી અને અન્ય ઓઇલ મિક્સ કરીને મિશ્રણ બનાવ્યા બાદ તેને રૂથી સાફ કરવાથી ફાયદો થાય છે.
જો સ્કીન ઓઇલી છે તો ક્લીજિંગ અથવા તો ફેશવોશનો ઉપયોગ કરી શકાય છે. ઓઇલી સ્કીન પર કાળા નિશાન પડી જવાથી સ્થિતીમાં ચોખાના પાવડરને દહીમાં મિક્સ કરીને ચહેરા પર સપ્તાહમાં એક બે વખત લગાવવાથી ફાયદો થાય છે. હળવા હાથથી તેને રગડીને સાફ કરવાની જરૂર હોય છે. તમામ પ્રકારની સ્કીન માટે પણ જુદા જુદા પ્રયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે. ફેશમાસ્ક પણ ઘરે તૈયાર કરવામાં આવી શકે છે.