હાલના સમયમાં બાળકોની સાથે સાથે મોટી વયના લોકોને ક્લાસિક ચોકલેટ ફોન્ડુયુ ખુબ પસંદ છે. જે ચોકલેટમાંથી બને છે. તેમાં અન્ય ચીજાની પણ જરૂર હોય છે પરંતુ મેદા, સાકર, માખણ ડાર્ક ચોકલેટની સૌથી વધારે જરૂર પડે છે. ક્લાસિક ચોકલેટ ફોન્ડયુ કઇ રીતે બને છે તે અંગે વાત કરવામાં આવે તો આ રેસીપી બનાવવામાં વધારે કોઇ મુશ્કેલ નથી. સૌથી પહેલા આ રેસીપી બનાવવા માટે કઇ સામગ્રીની જરૂર હોય છે તેના પર વાત કરવામાં આવે તો કહી શકાય છે કે તે ક્લાસિક ચોકલેટ ફોન્ડયુ રેસિપી બનાવવા માટે ૧-૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ, એક ટેબલ સ્પુન માખણ, એક ટેબલ સ્પુન મેદો, ૧-૨ કપ દુધ, ટેબલ સ્પુન કોકો પાવડર, કપ તાજુ ક્રીમ, ટેબલ સ્પુન સાકરની જરૂર હોય છે. સાથે સાથે ટી સ્પુન વેનિલા એસેન્સની પણ જરૂર હોય છે.
સામગ્રી એકત્રિત કરી લેવામાં આવ્યા બાદ પીરસવા માટે માર્શમેલોઝ વેનિલા સ્પંજ કેકના ટુકડાની જરૂર હોય છે. ક્લાસિક ચોકલેટ ફોન્ડયુ બનાવવાની રીત અંગે વાત કરવામાં આવે તો સૌથી પહેલા પ્રક્રિયા એકના ભાગરૂપે એક પહોળા નોન સ્ટીક પેનમાં માખણ ગરમ કરવામા આવે છે. ત્યારબાદ તેમાં મેંદો મેળવી સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેને મધ્યમ તાપ પર થોડીક સેકન્ડ સુધી હલાવતા રહીને રાંધવાની જરૂર હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ તેમાં દુધ ઉમેરી દેવામાં આવે છે.
દુધની સાથે જ ચોકલેટ, કોકો પાઉડર, તાજુ ક્રીમ, સાકર અને ૩-૪ કપ પાણી ઉમેરી દેવામાં આવે છે. આને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. આ મિક્સ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ મધ્યમ તાપ પર ફરી ચારથી પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહીને રાંધી લેવામાં આવે છે. છેલ્લે તેમાં વેનિલા એસેન્સ મેળવીને સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. ત્યારબાદ માર્શમેલોઝ અને વેનિલા સ્પંજ કેકના ટુકડા સાથે પિરસવામાં આવે છે. આ વાનગી તમામ લોકોને પસંદ પડે છે. હાલમાં આની માંગ પણ વધારે જાવા મળે છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે વાનગી તમામને આકર્ષિત પણ કરે છે.