અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં પેરાસાઇટીક ટવીન(જોડિયા બાળક)નો એક બહુ વિચિત્ર અને જટિલ કેસ આવ્યો હતો કે જેમાં બાળકના થાપાના ભાગેથી મૃતક જાડિયા બાળકના અર્ધ વિકસિત અંગો જાડાયેલા હતા અને તેને દૂર કરી જીવિત બાળકને બચાવવાનું બહુ અઘરૂ અને કપરૂ કાર્ય હોવાની સાથે સાથે મોટો પડકાર હતો. જો કે, સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના એચઓડી અને એસોસીએટ પ્રોફેસર ડો.જૈમીન શાહ અને તેમની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત અને કાળજી સાથે સફળતાપૂર્વક ઓપરેશન કરી અર્ધ વિકસિત અંગો સાથે જાડાયેલા અધૂરા બાળકનો હિસ્સો શ†ક્રિયાથી દૂર કરી બાળકનો જીવ બચાવી લીધો હતો.
સૌથી નોંધનીય વાત એ છે કે, આ પ્રકારના અર્ધિવકસિત અને અધૂરા અંગો સાથે જાડાયેલ મૃત બાળકના વિશ્વભરમાં માત્ર છ કેસ જ નોંધાયા છે, તેથી સિવિલ હોસ્પિટલની ટીમે બહુ મોટી અને સફળતાભરી સિÂધ્ધ હાંસલ કરી હતી, જેને લઇ તબીબીઆલમમાં પણ ભારે ચર્ચા ચાલી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે પણ ડો.જૈમીન શાહ અને તેમની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. મેડિકલ સાયન્સ માટે પડકારજનક એવા આ કિસ્સા વિશે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના એચઓડી અને એસોસીએટ પ્રોફેસર ડો.જૈમીન શાહે જણાવ્યું હતું કે, આણઁંદ જિલ્લાના સંદેસર ગામમાં રહેતાં સંજયભાઇ પરમારના ત્યાં પેરાસાટિીક ટવીન બાળકનો જન્મ થયો હતો. વીસ દિવસના આ બાળક(પુરૂષ પ્રજાતિ)ને લઇ તેઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને તેને ન્યુરોસર્જરી વિભાગમાં ઇ-૬ વોર્ડમાં દાખલ કરાયું હતું. બાળકના થાપાના ભાગેથી મૃતક જાડિયા બાળકના અર્ધિવકસિત અને અધૂરા અંગો જાડાયેલા હતા.
આ અર્ધિવકસિત અને અધૂરા અંગોવાળુ બાળક મૃત હતુ. જો કે, તેમાં માત્ર એક પગ અને જનનાંગો જ હતા, તેથી ખૂબ જ જટિલ, વિચિત્ર અને પડકારજનક કહી શકાય તેવી Âસ્થતિ હતી. કારણ કે, ઘણીવાર બાળક સાથે જન્મેલા પેરાસાઇટીક અંગો પણ જીવિત બાળકના શરીરમાંથી પોષણ મેળવીને વિકાસ પામતા હોય છે અને તેના લીધે મૂળ બાળકના જીવન અને વિકાસ પર ગંભીર અસર પડી શકે છે. આખરે સઘળા પાસાઓનો અભ્યાસ અને સંશોધન તેમ જ નિષ્ણાતોની સલાહ-માર્ગદર્શન બાદ બાળકનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ડો.જૈમીન શાહે ઉમેર્યુ કે, બાળકનો જીવ બચાવવા અને તેને એક નવુ જીવન બક્ષવાની ઉમદા આશય સાથે મારી સાથે ડો.અંકુર પાચાણી, ડો.શૈલેન્દ્ર સોલંકી, એનેસ્થેસીયા વિભાગના ડો.ભાવના રાવલ સહિતની ટીમ દ્વારા શ†ક્રિયા કરવામાં આવી. જેમાં બાળકના કરોડરજ્જુ સાથે જોડાયેલા અર્ધિવકસિત અને અધૂરા અંગો શસ્ત્રક્રિયાથી દૂર કરવામાં આવ્યા હતા અને કરોડરજ્જુની ઉપરનું આવરણ પૂરતું નહી હોવાથી તેને રિપેર કરવા માટે પેરાસાઇટીક ટવીન(જોડિયા બાળક)ના થાપાના ભાગમાંથી ચામડી ઉપયોગમાં લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને બાળકનો જીવ બચાવી લેવાયો હતો. ઓપરેશન પછી બાળકના પગના હલનચલન કે સંડાસ-પેશાબની કોઇ જ તકલીફ નહી જણાતાં તેના પરિવારજનોએ પણ રાહત અનુભવી હતી અને સિવિલ હોસ્પિટલના તબીબોનો લાખ લાખ આભાર માન્યો હતો. દરમ્યાન સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે પણ ડો.જૈમીન શાહ અને તેમની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. તબીબી આલમમાં સિવિલ હોસ્પિટલની આ અનોખી સિÂધ્ધને લઇ ચર્ચા ચાલી રહી છે અને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોના આ ઉમદા કાર્યને બિરદાવાઇ રહ્યું છે.