વેલેન્ટાઈન પહેલા જે ડેઝ સેલિબ્રેટ કરવામાં આવે છે તેમાનો એક છે ચોકલેટ ડે. ચોકલેટનું નામ સાંભળતાની સાથે જ મીઠાશ યાદ આવી જાય. અહીં સંબંધોની મીઠાશને વધારવા માટે પ્રિય પાત્ર તથા આસપાસનાં સ્વજનોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરવાનો દિવસ છે આ ચોકલેટ ડે.
જ્યારે મીઠાશની વાત આવે ત્યારે પ્રશ્ન થાય કે શા માટે ચોકલેટથી જ સંબંધોમાં મીઠાશ લાવવાનો વિચાર આવ્યો હશે. અન્ય કોઈ મીઠાઈ કેમ નહીં. એવું એટલા માટે કે પહેલા ડાર્ક ચોકલેટ વધુ ખવાતી. આ ડાર્ક ચોકલેટમાં ડિપ્રેશન દૂર કરવાનાં ગુણો રહેલા હોય છે. જેથી તમે તમારા સ્વજનને મળવા જાવ તો તેને હૂંફની સાથે ડિપ્રેશન પણ ઓછુ થાય તેવી મીઠાશ આપવામાં આવે તો સોનામાં સૂગંધ ભળ્યાની અનુભૂતિ થાય. આથી આ વેલેન્ટાઈન વીકમાં એક દિવસ ચોકલેટ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
તો રાહ સેની જુઓ છો. આપ પણ અપનાં સ્વજનને ચોકલેટ આપીને આ દિવસની ઉજવણી કરી શકો છો. પણ હા, જો તમે ડાર્ક ચોકલેટ આપશો તો દિવસનો મહિમા ખરેખર સાર્થક થશે.
Happy chocolate day