દરેક માતા પિતાના બાળકોને પાળવા અને તેમને સહી ગલત શિખડાવવા માટેના તરીકા જુદા જુદા છે. કેટલાક તરીકા ચોક્કસપણે વધારે અસરકારક હોઇ શકે છે. આધુનિક સમયમાં સોશિયલ મિડિયાના સમયમાં બાળકોને યોગ્ય રીતે પાળવા અને તેમન શિસ્તમાં રાખવાની બાબત ચોક્કસપણે મુશ્કેલરૂપ બની ગઇ છે. એટલુ જ નહીં બાળકો જો ભુલ કરે છે તો તેમને શિસ્ત શિખવાડવા અને સજા આપવાના તરીકા પણ જુદા જુદા રહે છે. દરેક પેરેન્ટ જુદી જુદી પદ્ધિતી અપનાવે છે. પરંતુ કેટલીક વખત એવુ બને છે કે આપ બાળકને ફટકારી દો છો અને આંખ દેખાડો છો ત્યારબાદ કોઇ સરપ્રાઇઝ દઇને તેમને મનાવી લેવામાં આવે છે. જો કે આવુ કરવામાં આવ્યા બાદ પણ કેટલીક સ્થિતીમાં બાળકો તેમની તરફ ધ્યાન આપતા નથી. આવુ કરવા માટે પણ કેટલાક કારણ રહેલા છે. એવુ બની શકે છે કે શિસ્ત શિખવાડતી વેળા તમે પણ કોઇ ભુલ કરી રહ્યા છો.
જાણકાર નિષ્ણાંતો કહે છે કે જો તમે બાળકોની સાથે કોઇ મોલ, કોઇ પાર્ક અને કોઇ જાહેર સ્થળ પર તમામ લોકોની વચ્ચે બાળક પર ક્રોધ કરવાની શરૂઆત કરી દીધો છો તો તેની અસર થાય છે. જા કોઇ માતાપિતા જાહેરમાં બાળકને ફટકાર લગાવે છે તો તે ભુલ કરે છે. જ્યારે જાહેર સ્થળ પર તમામ વણઓળખાયેલા લોકોની વચ્ચે બાળકને ફટકાર લગાવો છો ત્યારે બાળક તમે શુ કહી રહ્યા છો તેના પર ધ્યાન આપતુ નથી. બલ્કે આ બાબતથી દુખી થઇ જાય છે કે આસપાસના લોકો આપની વાત સાંભળી રહ્યા છે. જેથી જાહેરમાં લોકોની સામે બાળક પર બુમ પાડવાના બદલે એકલામાં બાળકને ફટકાર લગાવવા માટેની બાબત વધારે અસરકારક રહે છે. જો ઘરની બહાર નિકળતી વેળા બાળક નખરા કરે છે અને અયોગ્ય વર્તન કરે છે તો તેને લાલત આપવા માટે ખુશ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે આઇસક્રીમ અને રમકડાના લાલચ આપવામાં આવે છે. જો તમે માતાપિતા તરીકે આવુ કામ કરી રહ્યા છો તો પણ તે ખરાબ સંદેશ છે. કારણ કે આગળ ચાલીને તે યોગ્ય વર્તન કરવા માટે પણ આપની પાસે કોઇને કોઇ ચીજની માંગ કરી શકે છે. જો તમે બાળકની નાની નાની ભુલો પર જારદાર રીતે હોબાળો મચાવી રહ્યા છો અને તમે બાળકના અવાજ અને તેની બાબત પણ સાંભળી રહ્યા નથી તો પણ તમે મોટી ભુલ કરી રહ્યા છો. જા આવુ કરી રહ્યા છો તો તમે સૌથી મોટી ભુલ કરી રહ્યા છો. કારણ કે જ્યારે બાળકોની સાથે જોરદાર ઉંચા અવાજમાં વાત કરવામાં આવે છે ત્યારે બાળકો તમારી તરફ વળતા ઉંચા અવાજમાં બોલીને ખરાબ વર્તન કરે છે અથવા તો તમારી વાતો સાંભળવાનુ બંધ કરી દે છ.
આવી સ્થિતીમાં બાળકને શિસ્તમાં રાખવા માટ જારશોરથી બુમ પાડવાના બદલે સજા આપવાની વાત કહીને ભય જગાવવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ નિષ્ણાંતો કહે છે કે જા ઓફિસમાં દિવસ યોગ્ય રીતે નિકળ્યો નથી તો તેની અસર ઘર જઇને બાળકો પર કરવી જોઇએ નહીં. બાળકને શિસ્ત શિખવાડતી વેળા પોતાની સમસ્યા અને ગુસ્સાને અલગ રાખવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૬૫ ટકા ભારતીયો તેમના બાળકોને શિસ્તમાં રાખવા માટે હાથ ઉપાડે છે. આ અભ્યાસ ૧૦ શહેરોને આવરી લઈને કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ અને સુરતને પણ આવરી લેવામાં આવ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે જ્યારે માતા-પિતા ખૂબ જ નારાજ થઈ જાય છે ત્યારે બાળકોને સજા આપતા હોય છે. અમદાવાદ, મુંબઈ, સુરત, પૂણે, ચેન્નાઈ, બેંગ્લોર સહિતના ૧૦ શહેરોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આશરે ૬૫ ટકા માતા-પિતા તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. ૧૪ ટકા માતા-પિતા એક સપ્તાહમાં એક વખત તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે પિતાની સરખામણીમાં માતાઓ તેમના બાળકોને સજા કરવામાં આગળ રહી છે. આમા પણ ગૃહિણીઓ નોકરી કરતી મહિલાઓની સરખામણીમાં બાળકોને શારીરિક સજા વધુ કરે છે. બાળકોને માર મારવા માટેના જે મુખ્ય કારણો જાણવા મળ્યા છે તે એ છે કે બાળકો મોટાભાગે શિસ્તમાં રહેતા નથી જેથી માતા-પિતા હતાશા તરફ દોરી જાય છે. મેટ્રોમાં હાઈસ્ટ્રીસ લેવલ જોવા મળી રહ્યું છે જેના લીધે કાઉન્સીલરોની મદદ પણ લેવામાં આવી રહી છે.
અખબારોમાં વારંવાર એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે સજા મળવાની સ્થિતિમાં બાળકો ઘરમાંથી ભાગી જાય છે અથવા વધુ કઠોર પગલાં પણ લે છે. આવા અહેવાલ વચ્ચે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં ૧૦ માતા-પિતા પૈકીના ૭ માતા-પિતા તેમના બાળકોને સજાના ભાગરૂપે ફટકારે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આશરે ૬૫ ટકા ભારતીય માતાપિતા કબૂલી ચૂક્યા છે કે તેઓ તેમના બાળકોને સજા કરવાની વિરુદ્ધમાં નથી. વર્ષ ૨૦૦૦માં સુપ્રીમ કોર્ટે સ્કૂલોમાં બાળકોને સજા કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે ભારતમાં ૭૭ ટકા માતાઓ તેમના બાળકો સામે હાથ ઉપાડે છે.