મુંબઈ, 8મી ડિસેમ્બર, 2022: જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની 44મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના દ્રષ્ટાંતરૂપ પ્રયાસો માટે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રઘુનાથ માશેલકર, શેખર બજાજ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ટ્રસ્ટી મંડળ, ફાઉન્ડેશનના સલાહકાર પરિષદના સભ્યો અને સંસ્થાના સભ્યો અને ભવ્ય મેળાવડાની હાજરીમાં આજે વાર્ષિક પુરસ્કાર સમારોહમાં ચાર પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. આર. એ. માશેલકર, જેઓ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના અધ્યક્ષ છે, તેઓ જમનાલાલ બજાજ ફાઉન્ડેશનના સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે.
આ પુરસ્કારોની સ્થાપના થઇ ત્યારથી, ફાઉન્ડેશન દર વર્ષે શ્રી જમનાલાલ બજાજની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ વિશેષ અવસરે મહાપુરુષને શ્રદ્ધાંજલિ રૂપે, ફાઉન્ડેશને માનવતાવાદી પ્રવૃત્તિઓ અને ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમોના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારાઓને પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને પ્રત્યેક શ્રેણીમાં INR 10,00,000/- ની ઇનામ રકમ આપીને સન્માનિત કર્યા છે. ફાઉન્ડેશન એ આદર્શો માટે કામ કરતું રહ્યું છે જેમાં શ્રી જમનાલાલજી તેમના જીવનકાળ દરમિયાન સમર્પિત થઇને જોડાયેલા હતા.
આ વર્ષ (2022) માટેના પુરસ્કારોની વિગતો આ પ્રમાણે છે:
એવોર્ડ કેટેગરી એવોર્ડ મેળવનારનું નામ અને શીર્ષક રાજ્ય/દેશ
રચનાત્મક કાર્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કાર નિલેશ દેસાઈ મધ્યપ્રદેશ
ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ માટે પુરસ્કાર મનસુખભાઈ પ્રજાપતિ ગુજરાત
મહિલાઓ અને બાળકોના વિકાસ અને કલ્યાણ માટે પુરસ્કાર (પદ્મ વિભૂષણ જાનકીદેવી બજાજની યાદમાં સંસ્થાપિત) સોફિયા શેક ઓડિશા
ભારતની બહાર ગાંધીવાદી મૂલ્યોના પ્રોત્સાહન માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ડો.ઓગરિટ યુનાન અને ડો.વાલીદ સ્લેબી લેબનોન
જમનાલાલ બજાજ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ શેખર બજાજે આ પ્રસંગે સંબોધતા જણાવ્યું હતું કે, “દર વર્ષે અમે જમનાલાલ બજાજ ફાઉન્ડેશન એવોર્ડ્સ દ્વારા તે મૂકનાયકોને શોધવા અને તેમના નિઃસ્વાર્થ કાર્ય અને સેવાઓ માટે તેમની કદર કરવા માટે પ્રવાસ શરૂ કરીએ છીએ. આ વ્યક્તિઓના પ્રયત્નોની સ્વીકૃતિ અને પ્રોત્સાહન એ જ જમનાલાલ બજાજ ફાઉન્ડેશનનો એકમાત્ર હેતુ છે. આ મૂકનાયકોએ ગાંધીવાદી મૂલ્યોના ઉમદા સિદ્ધાંતો અને ફિલસૂફીના પ્રચાર અને જાળવણીમાં પોતાનું સમગ્ર અસ્તિત્વ નિશ્ચયપૂર્વક સમર્પિત કર્યું છે. અમે તમામ વિજેતાઓને અભિનંદન આપીએ છીએ અને અન્ય ઘણા લોકોને સમાજ અને સમુદાયોને વધુ સારા સ્થાનમાં પરિવર્તિત કરવામાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
2022ના વિજેતાઓ વિશે
નિલેશ દેસાઈ
રચનાત્મક કાર્યના ક્ષેત્રમાં એવોર્ડ પ્રાપ્તકર્તા
નિલેશ દેસાઈ મધ્યપ્રદેશના સંપર્ક સમાજ સેવી સંસ્થાનના સ્થાપક અને નિયામક છે.
નિલેશ દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:
• સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અને સમુદાયની સહભાગી પ્રક્રિયા દ્વારા મુખ્યત્વે ભીલ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે કામ કરે છે.
• તેમનું કાર્ય મધ્યપ્રદેશના 5 જિલ્લાઓમાં 770 ગામડાઓ અને 2,00,000થી વધુ પરિવારોને આવરી લેતા 14 બ્લોક્સમાં ફેલાયેલું છે.
• બ્રિટિશરોથી આઝાદી, ગાંધીજીની પરિકલ્પના મુજબ ગ્રામ સ્વરાજની શરૂઆત કરવાને બદલે, ગ્રામીણ સ્વરાજ અને ગ્રામીણ વિકાસની લગભગ સંપૂર્ણ ઉપેક્ષા તરફ દોરી ગઈ, પરિણામે કૃષિ અને કુદરતી સંસાધનો બંનેની અવગણના થઈ.
• 1980ના દાયકા સુધીમાં, ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારો બરબાદ થઈ ગયા હતા. આવો જ એક વંચિત વિસ્તાર મધ્યપ્રદેશનો ઝાબુઆ જિલ્લો છે જ્યાં મોટાભાગની વસ્તી, નેવું ટકા ભીલ આદિવાસીઓની છે.
• તેઓ એટલા બધા વંચિત હતા કે તેમને મોટાભાગે પડોશમાં આવેલા ગુજરાતમાં રોજીંદા મજૂર તરીકે કામ કરવા માટે સમયાંતરે સ્થળાંતર કરવું પડતું હતું, કારણ કે તેમના ખેતરો એટલા પર્યાપ્ત ન હતા કે જે તેમનું અસ્તિત્વ ટકાવી રાખી શકે. પછી એક એવી વિશિષ્ટતા ધરાવતા આધુનિક સામાજિક કાર્યકર શ્રી નીલેશ દેસાઈ દ્રશ્ય પર આવ્યા કે જેઓ વ્યવહારમાંથી શીખવાના ગાંધીજીના સિદ્ધાંત સાથે જોડાયેલા હતા.
મનસુખભાઈ પ્રજાપતિ
ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ માટે પુરસ્કાર પ્રાપ્તકર્તા
મનસુખભાઈ પ્રજાપતિનો જન્મ ગુજરાતમાં મોરબી જિલ્લાના નીચી મંડળ ખાતે થયો હતો. તેમના પિતા કુંભાર હતા તેમનાથી તેમને કોઇ પ્રોત્સાહન ન મળ્યું હોવાછતાં, મનસુખભાઈ પ્રજાપતિએ તીવ્ર જુસ્સા અને દૃઢ નિશ્ચય સાથે અને એક શાહુકારના ટેકાથી તેમના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું.
મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:
• મનસુખભાઈ પ્રજાપતિ તેમના ગ્રામીણ સંશોધનો માટે પ્રસિદ્ધ છે અને માટી આધારિત તેમના કાર્યાત્મક ઉપયોગિતા ઉત્પાદનો જેવા કે રેફ્રિજરેટર, ફિલ્ટર, તવા (પાન) અને કૂકર અને અન્ય વસ્તુઓ બનાવવા માટે શ્રેય આપવામાં આવે છે. તેઓ નવીન તકનીકો અને વ્યાપક ઉત્પાદન શ્રેણી સાથે માટીકામને મુખ્ય પ્રવાહમાં પાછું લાવ્યા છે.
1988માં, મનસુખભાઈ પ્રજાપતિએ પરંપરાગત કુંભારના ચકરડાનો ઉપયોગ કરવાના બદલે ટાઇલ પ્રેસનો ઉપયોગ કરીને માટીનું પ્રથમ ઉત્પાદન- તવો (પાન) બનાવ્યું હતું.
• નવીન તવા બનાવવાનું મશીન માટીકામ ઉદ્યોગમાં ક્રાંતિ લાવ્યું. આ મશીનનો ઉપયોગ કરીને, કેટલાય ગ્રામીણ પરિવારોએ પોતાને સ્ટાર્ટ-અપ્સમાં જોડ્યા અને સ્થાપિત કર્યા છે અને ઉદ્યોગસાહસિક બન્યા છે. બદલામાં તેમણે વધુ સારી આજીવિકા અને સારું જીવનધોરણ પ્રાપ્ત કર્યું છે.
• આગળ વધીને, મનસુખભાઈ પ્રજાપતિએ તેમની પ્રવૃતિમાં વધારો કર્યો અને એક નાની ચમચીથી લઈને ડિનર સેટ, બોટલ, કૂકર, પાણી માટેના ઘડા, ફિલ્ટરથી લઇને બિન-ઇલેક્ટ્રિક ફ્રીજ, જે પર્યાવરણ અને આરોગ્ય માટે હાનિકારક છે, તે સુધીના અત્યંત કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ માટીના ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.
• ઉત્પાદન શ્રેણી કે જેનું માર્કેટિંગ કરવામાં આવે છે, તેનું બ્રાન્ડ નામ મિટ્ટીકૂલ (Mitticool) છે.
• પ્રેક્ટિસમાંથી શીખવાનું સૂત્ર, દ્રશ્યમાન થયું.
સોફિયા શેક
મહિલા અને બાળકોના વિકાસ અને કલ્યાણ માટે પુરસ્કાર પ્રાપ્તકર્તા
સોફિયા શેકે 15 વર્ષની ઉંમરે તેના પિતા એસકે અબ્દુસ સલામ (ઓડિશામાં સામાજિક સેવા ક્ષેત્રે સલામભાઈ તરીકે લોકપ્રિય)ના માર્ગદર્શન હેઠળ સામાજિક સેવામાં તેની કારકિર્દી શરૂ કરી.
સોફિયા શેઈક દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:
• તેણી ત્યારથી સતત તેના પિતા પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા લઈ રહી છે અને સોસાયટી ફોર વીકર કોમ્યુનિટી (SWC) નામની એનજીઓ દ્વારા સમાજમાં ગરીબ, વંચિત અને નિરાધાર વર્ગોની સેવા કરી રહી છે જે તેના પિતા દ્વારા 1987માં સ્થાપિત કરવામાં આવી હતી.
• આજ સુધીમાં 50,000થી વધુ મહિલાઓ અને 60,000થી વધુ બાળકો (છોકરાઓ અને છોકરીઓ)ને તેમના કાર્યથી લાભ મળ્યો છે.
• સોફિયા શેક જ્યારે માંડ 14 વર્ષની હતી તેના તેના પિતા પર જીવલેણ હુમલો થયો હતો. તે ગુનેગારોની ધરપકડની માંગ સાથે ભૂખ હડતાળ પર ગઇ હતી.
• તેના સમુદાયના વૃદ્ધ સભ્યોની બડબડાટ છતાં, તેણીએ ‘પરદા’ની અવગણના કરી હતી. તેથી તેઓએ તેણી પર ‘કાફિર’ (જે ભગવાનમાં માનતો નથી અને સત્ય છુપાવે છે) બની ગયાનો આરોપ મૂક્યો. પણ સોફિયા શેકના લોખંડી સંકલ્પને તોડી શક્યા નહીં.
• તેણીએ તેના પિતાના હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા ઘરની ચાર દિવાલોની અંદર તેને બાંધી રાખતા તમામ રિવાજોનો ભંગ કર્યો અને ઉંબરો વટાવીને કૂદી પડી.
ડૉ. ઓગરિટ યુનાન અને ડૉ. વાલીદ સ્લેબી
ભારતની બહાર ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્તકર્તા
ડૉ. ઓગરિટ યુનાન અને ડૉ. વાલિદ સ્લેબી લેબનોન અને આરબ વિશ્વમાં અહિંસાના પ્રણેતા છે.
ડો ઓગરિટ યુનાન અને ડૉ. વાલીદ સ્લેબી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:
• ડૉ. ઓગરિટ યુનાને તેમનું પ્રારંભિક જીવન માનવીય પ્રતિબદ્ધતા માટે સમર્પિત કર્યું હતું. તે અહિંસા માટેની અગ્રણી આરબ મહિલા છે અને લેબનોન અને આરબ વિશ્વમાં અહિંસાના શિક્ષણની પ્રણેતા પણ છે.
• ઓગરિટ યુનાન લેબનોનમાં સત્તાવાર અભ્યાસક્રમમાં અહિંસાની સંસ્કૃતિ અને સંઘર્ષના નિરાકરણને સંકલિત કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે અગ્રણી માનવાધિકાર કાર્યકર્તા છે.
• ડો. વાલિદ સ્લેબીએ તેમનું પ્રારંભિક જીવન સામાજિક પરિવર્તન માટે સમર્પિત કર્યું હતું. અહિંસાના આરબ વિચારક તરીકે તેઓ ન્યાય માટે રાજકીય અર્થવ્યવસ્થાની અંદર નવી વિભાવનાઓના સંશોધક તરીકે જાણીતા છે. તે અહિંસા, સીધી કાર્યવાહી અને નાગરિક ઝુંબેશોના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે પણ જાણીતા છે.
• ઓગરિટ યુનાન અને વાલિદ સ્લેબી બંને 1982માં લેબનીઝ યુદ્ધ (1975-1990)ના પગલે મળ્યા હતા અને તેમણે અપવાદરૂપ સંજોગોમાં દિવસેને દિવસે તેમના સપનાને સાકાર કરવા માંગતા ભાગીદાર તરીકે જીવન અને સંઘર્ષની સંયુક્ત યાત્રા શરૂ કરી હતી.
• તેમણે લોભ અને પ્રસિદ્ધિની દુનિયાથી દૂર રહીને તેમના જીવન અને કારકિર્દીને માનવ અસ્તિત્વનો અર્થ આપવાનું પસંદ કર્યું. ઓગરિટ યુનાન અને વાલિદ સ્લેબી બંને લેબનોનમાં નાગરિક સમાજના પુનઃનિર્માણના પ્રણેતા તરીકે જાણીતા થયા.