અમદાવાદ ખાતે નેશનલ કેડેટ્સ કોર્પ ડે (એનસીસી ડે)ની ઉજવણીના ભાગરૂપે એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર્સ, અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં. 2 ભાગ માં વિભાજીત કાર્યક્રમ માં વહેલી સવારે રાજકોટ એનસીસી ગ્રુપ કમાન્ડર ની આગેવાની માં અમદાવાદ વડોદરા રાજકોટ વલ્લભ વિદ્યાનગર અને જામનગર થી ઉપસ્થિત એનસીસી કેડેટ્સ દ્વારા અતિ સુંદર પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેડેટ્સ ના બેન્ડ દ્વારા આ કાર્યક્રમ માં અતિ ભવ્ય પરફોર્મન્સ આપી સર્વે ને આશ્ર્યચકિત કરી દીધા હતા.
આ ઉપરાંત વિવિધ શહેરો માંથી ઉપસ્થિત કેડેટ્સ દ્વારા વિવિધ સુશોભન કરી સમાજ અને સેનાએ માટે સંદેશ આપતા ચિત્ર બનાવી તેનું માર્ગદર્શન અને સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગ્રુપ કમાન્ડર દ્વારા તેમના કાર્ય માં ઉત્તીર્ણ થયેલ યુવા કેડેટ્સ તેમજ સેવા આપનાર કર્મિયો ને પુરસ્કાર તેમજ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કેડેટ્સ દ્વારા તેમના બનાવાયેલ મોડેલ નું પ્રદર્શન નો ચિતાર ઉપસ્થિત અધિકારીઓ ને આપવામાં આવ્યો હતો. સાંજે બીજા ભાગમાં ઉપસ્થિત રેહનાર શિક્ષણ મંત્રી ચુડાસમાને તેમને આગમન પર ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ફ્લેગ એરિયાની ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા. મંત્રીએ આ યાદગાર દિવસ પર એનસીસીનાં યુવાન કેડેટ્સને દેશ માટે સતત સેવા આપવા બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ વિચારો, કાર્ય અને ભવિષ્યની યોજનાનો એક પ્રકારનો સમન્વય છે. ગુજરાત, દમણ, દિવ અને દાદરા અને નગર હવેલીનું એનસીસીસ ડાયરેક્ટોરેટ આ દિશામાં મોખરે છે. મંત્રીએ એનસીસીનાં ઉત્કૃષ્ટ કેડેટ્સનું મેડલ અને એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત, દમણ, દિવ અને દાદર અને નગર હવેલી એનસીસી ડાયરેક્ટોરેટનાં પાંચ ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરતું સીનિયર અને જૂનિયર ડિવિઝન પરેડમાં સામેલ થયું હતું, જેની સમીક્ષા એડિશનરલ ડાયરેક્ટર-જનરલ (એનસીસી) મેજર જનરલ રૉય જોસેફે કરી હતી.વર્ષ 2019 દરમિયાન એનસીસી કેડેટ્સ હૃદયપૂર્વક સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત યાત્રા, કર્મભૂમિથી જન્મભૂમિ સાયકલ અભિયાન, મોટરસાયકલ રેલી, સેલિંગ રિગેટ્ટામાં સામેલ થયા હતા તેમજ ડિજિટલ સાક્ષરતા, યોગ, રક્તદાન કેમ્પો અને રસીકરણ કાર્યક્રમ વગેરે જેવી સરકારની વિવિધ પહેલો વિશે જાગૃતિ લાવવામાં સારી એવી ભૂમિકા અદા કરી હતી. એનસીસીની વિવિધ પ્રકારની કામગીરી અને વિવિધતાસભર અભ્યાસક્રમ સ્વવિકાસ માટે યુવાનોને વિશિષ્ટ તક પ્રદાન કરે છે.
ઘણા કેડેટ દેશની સેવા કરે છે તથા સંસ્થાને રમતગમત અને સાહસિક અભિયાનનાં ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ પર ગર્વ છે. તેમણે આ ક્ષેત્રોમાં અનેક ઇનામો, ચંદ્રકો અને પુરસ્કારો મેળવ્યાં છે. એનસીસી ભવિષ્યનાં જવાબદાર નાગરિકો તરીકે હાલની યુવા પેઢીને ઘડવા સતત પ્રયાસરત છે. ઉપસ્થિત એનસીસી ના કેડેટ્સ ભારે ઉત્સાહ માં જોવા મળી રહ્યા હતા અને તેમને એનસીસી માં જોડાવા બદલ ગર્વ નો અનુભવ કરતા નજરે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમના દ્વારા તેમના અનુભવ ને વ્યક્ત કરવામાં આવ્યા હતા