સીડી પ્લેયર શુઝની કમાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આધુનિક સમયમાં લોકોને આકર્ષિત કરવા માટે નવી નવી શોધ થતી રહે છે. ફુટવેયરના મામલે પણ કેટલીક શોધ થઇ ચુકી છે. કમાલના ફુટવેયર આવવા લાગી ગયા છે. આ પ્રકારના ફુટવેયર પોતાના ઇનોવેશના કારણે તમામના દિલ જીતી લેશે. આજે અમે સીડી પ્લેયર શુઝની વાત કરી રહ્યા છીએ. જા તમને સંગીત વધારે પસંદ છે અને તમે તેને સીડી, ડીવીડી અથવા તો બ્લુ રે પર સાંભળવા માટે ઇચ્છુક છો તો અલગથી પ્લેયર લેવાની જરૂર નથી. આપને આપના શુઝમાં જ આ પ્રકારની તમામ સુવિધા મળી શકે છે. જેમાં સીડી પ્લેયર રહેશે. સ્પીકર રહેશે. ટ્‌વીટર્સ પણ રહેશે. વોલ્યુમ કન્ટ્રોલ થઇ શકે તેવી વ્યવસ્થા પણ રહેશે.

આ શુઝ મોર્નિગ એકસરસાઇઝ અને ડાન્સિંગ લેસન્સમાં વધારે કામ લાગે છે. આ શુઝ ખુબ કામના સાબિત થઇ શકે છે. તેમાં બેટરી લાગેલી હોય છે. જેને તમે સરળતાથી ચાર્જ પણ કરી શકો છો. અન્ય એક લાઇટ સ્લીપર પણ છે. આ ખાસ નાઇટ સ્લીપર્સ છે. જે રાત્રી ગાળામાં જોરદાર રોશની આપે છે. અંધારામાં પહેરીને તમે કોઇ પણ જગ્યાએ જઇ શકો છો. આપને કોઇ લાઇટ ઓન કરવાની જરૂર રહેશે નહીં. આપને કોઇ બહાર જવાનુ આવે તો સાપ અને અન્ય જીવ જન્તુને લઇને પણ આના કારણે કોઇ ભય રહેશે નહીં. આમાં એલઇડી લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે રિચાર્જેબલ છે. એક વખત ચાર્જ કરવામાં આવ્યાબાદ બે કલાક સુધી ઉપયોગ કરવામાં આવી શકે છે

Share This Article