સાવધાન : શેમ્પુ, ડીઓમાં કેમિકલ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

દરરોજ ઉપયોગમાં આવતી ચીજો શરીરને ખુબ નુકસાન કરી રહી છે. આમાં ખતરનાક કેમિકલ્સ ટ્રાઇક્લોસનની ઉપસ્થિતી શરીરને ધીમે ધીમે નુકસાન કરી રહી છે. ટોક્સિક લિન્કના એક રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ટોક્સિક લિન્કે દિલ્હી એનસીઆરથી દરરોજ ઉપયોગમાં આવતી કેટલીક ચીજોને આવરી લઇને તેમાં ચકાસણી હાથ ધરી હતી. જેના આધાર પર કેટલાક નવા દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ટુથપેસ્ટ, હેયર કન્ડીશર , શેમ્પુ , શેવિંગ ક્રીમ, ડિઓ, શુઝ, વસ્ત્રો, કેપ્સુલ, વોટર બોટલ, અને બાળકોના રમકડામાં આ કેમિકલ્સ હોવાની વિગત સપાટી પર આવી છે.

ટ્રાઇક્લોસન નામનના આ ખતરનાક કેમિકલ્સ અમારા શરીરમાં પહોંચીને શરીરના જુદા જુદા હિસ્સાને નુકસાન કરે છે. ફેંફસા અને આંતરડાને પણ નુકસાન કરે છે. જેના કારણે કેન્સરની બિમારીને આમંત્રણ મળે છે. રિપોર્ટમાં કેટલાક બ્રાન્ડના પાણીની બોટલના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ હતુ કે એક લીટર પાણીની બોટલમાં સરેરાશ ૩૨૫ પ્લાસ્ટિકના રજકણ મળી આવ્યા છે. આવી જ રીતે પ્લાસ્ટિકના લંચ બોક્સમાં ગરમ ભોજન રાખવાની સ્થિતીમાં તેમાં પણ પ્લાસ્ટિક મળે છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માર્ગ પર ગાડી ચલાવવાથી ટાયર ઘસાય છે. જેથી માઇક્રો પ્લાસ્ટિકના રજકણ પણ હવામાં આવી રહ્યા છે.

જે શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે. ટોક્સિક લિંકના ચીફ પ્રોગ્રામ કો ઓર્ડિનેટર પ્રિતિ મહેશે કહ્યુ છે કે કેમિકલ્સ શરીર આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન કરે છે. ભારે નુકસાન થઇ રહ્યુ હોવા છતાં કોઇ પણ પ્રકારના અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. તેના ઉપયોગના નિયંત્રણ માટે પણ કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. હાલમાં જ ટુથપેસ્ટના સંબંધમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વ્યાપક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યા છે કે  સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રશ  કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુખપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જાડાયેલી છે.

આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે. આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ફ્લોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ઘણા પેસ્ટ અને દાંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા જઈએ તો પેસ્ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે. નિકોટીન ડિમાગને તાજગી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે. મોટાભાગની કંપનીઓ દાંતમાં રહેતી પીડાને દૂર કરવા માટે આનો ઉપયોગ કરે છે પરંતુ હાર્ટની ધમની પર તેની માઠી અસર થાય છે. ટૂથપેસ્ટમાં સામેલ ટાર કેન્સર માટે મોટું કારણ હોઈ શકે છે. પેટ ઉપર પણ તેની પ્રતિકૂળ અસર થાય છે. આનાથી ભૂખનું પ્રમાણ ઘટી જાય છે.

ટૂથપેસ્ટને લઈને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી અન્ય બાબતો પણ જાણવા મળી છે જેમાં વધુ અભ્યાસ કરવામાં આવશે. હવામાં ખતરનાક રજકણ રહેલા છે જે શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરી જાય છે. દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે વિશ્વભરમાં ૨ મિલિયન અથવા તો ૨૦ લાખ લોકોના મોત થઈ જાય છે. ડબલ્યુએચઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. ૫૧ દેશોના ૧૧૦૦ શહેરોમાંથી આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. આ આંકડા મુજબ હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે. ટુથપેસ્ટ અને અન્ય પ્રકારની દરરોજ ઉપયોગમાં આવતી ચીજા નુકસાનકારક છે.

Share This Article