ADVERTISEMENT
ADVERTISEMENT

ઢોલીવુડ

જીઓ સ્ટુડિયોઝ પ્રસ્તુત કરે છે સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ “બચુભાઈ”નું ટીઝર

પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા હંમેશાથી તેમના કોમેડી ટાઇમિંગથી દર્શકોને હસાવતાં આવ્યા છે. અસંખ્ય ફિલ્મો અને...

Read more

કમો હવે કીર્તિદાન ગઢવી સાથે દુબઇના લોકડાયરામાં હાજરી આપશે

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાને વિદેશ સફર કરાવી છે. મનોદિવ્યાંગ કમા ભાઈને લઈને લોકગાયક કીર્તિદાન...

Read more

મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી માસ્ટરપીસ ‘ગુલામ ચોર’નું મફતમાં પ્રીમિયર કરશે JioCinema 

 JioCinema 11મી જૂને અત્યંત અપેક્ષિત ફિલ્મ ગુલામ ચોરના ડિજિટલ પ્રીમિયર સાથે પ્રેક્ષકોને મોહિત કરવા માટે...

Read more

ગુજરાતી સસ્પેન્સ થ્રિલર મૂવી “ફુલેકું” ના અનંગ દેસાઈ એટલે બાબુજી અમદાવાદના મેહમાન બન્યા

09 જૂન 2023ના રોજ રિલીઝ થનાર ફિલ્મ "ફુલેકું" ઘણા સમય પછી ગુજરાતી અર્બન સિનેમા માં...

Read more

ગુજરાતી ફિલ્મ વર પધરાવો સાવધાન” એ તેની રિલીઝ પહેલા જ ઇતિહાસ સર્જ્યો

અરે જરા પણ ગભરાશો નહિ,  આ તો નિર્માતા શૈલેષ ધામેલીયાની આગામી બહુચર્ચિત ફિલ્મનું શીર્ષક છે "વર પધરાવો સાવધાન" એટલે જરા મૉટેથી બોલાઈ ગયું "સાવધાન".. ફિલ્મનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. શીર્ષક પરથી વાર્તા શું હશે તેનું અનુમાન લગાવી શકાય. લગ્ન બાદ કન્યા વિદાયની પ્રથાથી વિપરીત અહીં વર વિદાયની વાત છે. લગ્ન મંડપમાં ગોરદાદાને  "કન્યા પધરાવો સાવધાન" બોલતા તો આપણે સૌએ સાંભળ્યા છે, પણ આ ફિલ્મમાં "વર પધરાવો સાવધાન" બોલતા જોવા મળશે. ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે અને તેમાં સોશ્યલ મેસેજ પણ જોવા મળી શકશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ની એક માત્ર ગુજરાતી સફળ ફિલ્મ "કેમ છો?"ના મેકર્સ દ્વારા "વર પધરાવો સાવધાન" 07મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આર્ટમેન ફિલ્મ્સ અને ડિવાઇન એક્સેલેન્સ પ્રસ્તુત "વર પધરાવો સાવધાન" ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ઇતિહાસ સર્જવા તૈયાર છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે 07મી જુલાઈએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થવાની છે. વાહ ! ગઝબ છે ને ! સાઉથની સુપરહિટ ફિલ્મ "વિક્રાંત રોના"ના મેકર્સ "શાલિની આર્ટ્સ" દ્વારા "વર પધરાવો સાવધાન" કન્નડ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ ગૌરવ લેવા જેવી વાત છે.ફિલ્મ "વર પધરાવો સાવધાન" 07મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા છે 'શૈલેષ ધામેલીયા', 'અનિલ સંઘવી' અને 'ભરત મિસ્ત્રી'. ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે 'વિપુલ શર્મા'. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં 'તુષાર સાધુ' અને 'કિંજલ રાજપ્રિયા' જોવા મળશે.  સાથે સાથે રાગી જાની  અને કામિની પંચાલ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, પ્રશાંત બારોટ, કૃણાલ ભટ્ટ, રિધમ રાજ્યગુરુ, રિષભ ઠાકોર, અંશુ જોશી તથા માનસી ઓઝા  પણ જોવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિ એ આપ્યું છે અને આદિત્ય ગઢવી, સાંત્વની તથા જીગરદાન ગઢવી જેવા દિગ્ગજ ગાયકો એ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે. તો 07મી જુલાઈએ થિયેટરમાં નિહાળવાનું ચૂકતા નહિ "વર પધરાવો સાવધાન"

Read more
Page 10 of 28 1 9 10 11 28

Categories

Categories