અમદાવાદ: તેના માટે નિરંતર સંઘર્ષ કરવાથી સ્વતંત્રતા શકય બને છે. સ્વતંત્રતાની આ લાગણીને જિવંત બનાવતાં, કલર્સનું સોશ્યલ ડ્રામા ઉડાન જીવન અને સમાજના નિયમોની પ્રમાણિક ભજવણીની આસપાસ ઘૂમે છે. બંધુઆ મજૂર જેવા નિષેધાત્મક વિષય પર હુમલો કરતી ચર્ચાઓના પહેલાં લાક્ષણિક નિયમના સંઘર્ષને ઉડાન પ્રકાશમાં આણે છે. ઉડાન પોતાની લડાઇ લડવા એક આત્મવિશ્વાસુ છોકરીથી લઇ એક માતા અને ન્યાય માટે તેણી હિંમતપૂર્વક વિવિધ સંઘર્ષો કરતી ચકોર (મીરા દેવસ્થલે દ્વારા અભિનિત)ની મુસાફરી છે. ધવલ જયંતિલાલ ગડા અને ગુરુદેવ ભલ્લા પ્રોડકશન્સ પ્રા.લિ. દ્વારા નિર્મિત, ઉડાન દર સોમવારથી શનિવાર સાંજે 7:00 કલાકે કલર્સ પર દર્શાવવામાં આવે છે.
ચકોર (મીરા દેવસ્થલે દ્વારા અભિનિત) અને સુરજ (વિજયેન્દ્ર કુમારિયા દ્વારા અભિનિત) શોની કાસ્ટે નવરાત્રીની ઊજવણી કરવા અને પોતાના દર્શકો તરફથી આશીર્વાદ મેળવવા અમદાવાદની મુલાકાત લીધી. આ બાબતે બોલતાં, મીરા દેવસ્થલેએ કહ્યું, “શો પરની મારી મુસાફરી ખાસ્સી ભરપુર કરી દેનાર છે. દર્શકો તરફથી આ કેટલાંક અઠવાડિયામાં, ખાસ કરીને મારા પાત્ર ચકોર અંગે મેં જે પ્રતિક્રિયાઓ મેળવી છે તે નમ્ર કરી દેનાર છે. આજે અમદાવાદમાં હોવાનું, અને મારા પ્રશંસકોને મળવાનું સાચે જ ગળગળા કરી દેનાર છે. મારા માટે નવરાત્રી એટલે ડાન્સ અને કલર્સ, જે મને સૌથી વધુ ગમે છે! આ એક એવો તહેવાર છે જેની હું હંમેશા રાહ જોતી હોઉં છું! અને આંગળા ચાટતાં કરી મૂકે તેવમ ગુજરાતી વ્યંજનો સાથે નવરાત્રીનો તહેવાર માણવાનો આ ઉચિત સમય છે. આ નવરાત્રીમાં હું મારા તમામ પ્રશંસકોને ખુશાલી, આરોગ્ય અને સમૃદ્ઘિની શુભેચ્છાઓ પાઠવું છું.!”
આ ભૂમિકા અને મુલાકાત પર ટિપ્પણી કરતાં, વિજયેન્દ્રએ ઉમેર્યું, “ઉડાન ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલ્યો આવતો શો છે અને દર્શકો માંહે તે ખૂબ જ લોકપ્રિય છે આમ આનો ભાગ હોવા બાબતે હું સાચે જ આભારી છું. આ એવો તહેવાર છે જે હું બાળપણથી પસંદ કરતો આવેલ છું અને નવરાત્રી માટે આવી શકવા અને મારી ડાન્સિંગ કુશળતા દેખાડી શકવાની લાગણી એવી છે જેને વ્યક્ત કરી શકાય તેમ નથી. દરેકજણ માટે, અમદાવાદ આ તહેવાર દરમ્યાન અમદાવાદમાં હોવાનું શ્રેષ્ઠ સ્થળ છે અને ઉડાનને મારા ગૃહનગરમાં પરફોર્મ કરવાનું મારું શમણું સાકાર થયું છે.”
આવી રહેલ સ્ટોરીલાઇનમાં, અન્જોરનું (ચકોરનું બાળક) જીવન ભયમાં છે અને ચકોર તેણીને ફરીથી બચાવી લેશે, જો કે કેટલાંક સંજોગોના કારણે અન્જોરને લાગે છે કે ચકોર તેણીના જીવન પાછળ પડેલી છે અને તેણીને મારવા માટે ગુંડા મોકલ્યા છે. જો કે, ચકોરથી નારાજ અન્જોરને લાગ છે કે સુરજ તેણીને વધારે ચાહે છે અને આથી પોતાને ચકોરથી દૂર રાખે છે. આ એકાએક આવેલ ફાંટને વિક્રમ નોંધી લે છે અને તે માતા–પુત્રીની જોડીને અલગ થતી જોઇ અત્યંત આનંદ પામે છે.