આંખની વધતી સમસ્યાઓમાં એક મુખ્ય કારણ બનીને ઉભરી રહ્યુ છે તે છે સ્ટેરોઇડ ઇન્ડયુસ્ડ દવાઓ અને ડ્રોપ જેવી ચીજોનો પ્રયોગ. તાપની ગરમી અને વરસાદના પાણીથી આંખની સાથે સંબંધિત સીજનલ ડસ્ટ એલર્જીમાં તેનો ઉપયોગ વધી જાય છે. કોઇ પણ પ્રકારની દવા તબીબોની સલાહ વગર લેવી જોઇએ નહીં પરંતુ લોકો સામાન્ય રીતે મેડિકલની દુકાનમાંથી જરૂરી દવા લઇને ઉપયોગ કરી નાંખે છે. કોઇ પણ પ્રકારની દવા મેડિકલ પરથી ખરીદીને તેનો ઉપયોગ કરવાની બાબત આંખ માટે કેટલીક વખત નુકસાનકારક સાબિત થઇ શકે છે. ગ્લુકોમા, આંખોની કમજોરી અને અંધપણાના કારણ પણ આના કારણે બની શકે છે.
આવી સ્થિતીમાં લાપરવાહી ભારે પડી શકે છે. સ્ટેરોઇડયુક્ત દવા આંખની સમસ્યામાં તરત જ રાહત આપે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી આંખની સુક્ષ્મ અને બારીક નસો પર તેની અસર થાય છે. તેમના પર દબાણ આવે છે. આઇડ્રોપનો ઉપયોગ કરતા પહેલા તે સ્ટેરોઇડવાળી નથી તેની ખાતરી કરવી જરૂરી છે. આઇકેરને લઇને લઇને સાવધાની ફાયદાકારક રહે છે.
ઇન્હેલર પ્રયોગમાં લેનાર વ્યÂક્તને હમેંશા માથામાં અથવા તો આંખમાં પિડા રહે છે. આ બે જગ્યાએ દુખાવો રહે છે. તેમાં રહેલા સ્ટેરોઇડના કારણે આ સમસ્યા સર્જાય છે. શ્વાસના રોગી અને શ્વાસની તકલીફ તરીકે ગણે છે. તબીબો એન્ચટી એલર્જિક આઇડ્રોપ આપે છે. એલર્જીના કારણોથી અંતર રાખવાના પ્રયાસ કરવા જોઇએ. સનગ્લાસનો ઉપયોગ કરી શકાય છે.