લગ્ન પ્રસંગ આવે અથવા કોઈ વારતહેવાર આવે દરેક મહિલાને ખરીદીનો ખાસ અવસર મળી રહે છે. તેમાં પણ ખાસ કરીને સાડી ખરીદવી દરેક મહિલાનું મનપસંદ કાર્ય હોય છે. માર્કેટમાં અવનવા અનેક મટીરીયલ, વિવિધ કલર, અનેકવિધ ડિઝાઇન તથા વર્કમાં સાડી ઉપલબ્ધ હોય છે. મહિલા તેમની પ્રિય અને ડિઝાઇનર સાડી માટે કોઈ પણ કિમંત ચૂકવવા રાઝી હોય છે.
સિલ્ક મટીરીઅલ એવું છે જે કોઈ પણ ઉંમરે પેહરી શકાય અને તેની ડિઝાઇન અને પેટર્ન એવરગ્રીન રહે છે. સિલ્ક સાડી અથવા સિલ્ક અનારકલી ડ્રેસ ,સિલ્ક કુર્તી વગેરે પહેરવામાં યુનિક અને રિચ લૂક આપે છે, પરંતુ પેહર્યા પછી આપણું અમૂલ્ય સિલ્ક કાપડ સારી માવજત પણ માંગી લે છે. જો તે થાય નહિ તો તેને બગાડતા સમય લાગતો નથી. આપણે આજે સિલ્ક સાડીની જાળવણી કેવી રીતે કરી શકાય તેના વિશે વાત કરીશુ.
➠સિલ્ક સાડી સાથે અન્ય મટીરીયલ જેવાકે કોટન, શિફોન સાડી અથવા ડ્રેસ વગેરે સ્ટોર કરવા નહિ. સાડીના કલર બગાડવાની શક્યતા રહે છે.
➠એક વાત ખાસ ધ્યાનમાં લેવી, સિલ્ક અનેક વેરાયટી ધરાવે છે. એકદમ હેવી સિલ્કથી લઈને વેઈટલેસ સિલ્ક,આ દરેક સાડી એકસાથે રાખવા કરતા અલગ અલગ સ્ટોર કરવી યોગ્ય રહેશે.
➠તેને સ્વચ્છ અને ઠંડી જગ્યા પર રાખવી, ભેજ અને વધુ સૂર્યપ્રકાશ આવતો હોય તેવા સ્થાન પર રાખવી નહિ .જૂના અને આછા દુપટ્ટા અથવા સ્વચ્છ કાપડમાં વિંટાળીને રાખવી જોઈએ.
➠દર 6મહિને સિલ્કની દરેક સાડીને હવા અને માઈલ્ડ સનલાઈટ મળી રહે તેવી રીતે રાખવી, જયારે ફરી તેને સ્ટોર કરો ત્યારે નોર્મલ તાપમાનમાં હોવી જરૂરી છે. તેમાં સૂકા નીમ પાન રાખવા જેથી જીવાત દૂર રહેશે.
➠પહેરેલી સાડીને ક્યારેય તરત જ પેક કરી મુકવી નહિ, તેને 10 મિનિટ સુધી હવા મળી રહે તેમ પાથરીને મુકવી ત્યારબાદ પેક કરવી.
ઉપરોક્ત ટિપ્સ તમારી સિલ્ક સાડીનું આયુષ્ય વધારવા અને તેને એકદમ નવી રાખવા મદદ કરશે.