તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત શારરિક પ્રવૃતિઓ અને હેલ્થી લાઇફ સ્ટાઇલ તેમજ કેલોરિક નિયંત્રણ સગર્ભાવસ્થા દરમિયાનની અનેક તકલીફને દુર કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત માતા બનવા જઇ રહેલી મહિલાઓને અનેક બાબતો તરફ ધ્યાન આપવુ જોઇએ. અમેરિકામાં તાજેતરમાં આ સંબંધમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. આમાં જાણવા મળ્યું હતું કે સગર્ભા મહિલામાં વજન મહત્વપૂર્ણ રહે છે. સ્થુળતાને ઘટાડવામાં કસરતની ભૂમિકા હોય છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છેકે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસને રોકવામાં પણ આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થાય છે. કેલોરિક નિયંત્રણ પણ ઉપયોગી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા અભ્યાસના તારણો સગર્ભા રહેલી સ્થુળ મહિલાઓને વધુ ચોક્કસ પ્રકારની સલાહ આપવાની બાબત કેમ જરૂરી છે તે સમજવામાં પણ ઉપયોગી રહેશે. વજન વધવાની બાબત પર સતત નજર રાખવામાં આવે તે જરૂરી છે.
અમેરિકામાં જાણીતી સંસ્થાના તબીબોએ આ મુજબની વાત કરી છે. સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાના વજનમાં વધારો થાય છે. આવી સ્થિતીમાં પહેલાથી જ વધારે વજન ધરાવનાર અને સ્થુળ મહિલાઓ માટે અનેક શારરિક તકલીફ ઉભી થઇ શકે છે. અભ્યાસના ભાગરૂપે મહિલાઓને જુદા જુદા વર્ગમાં રાખવામાં આવી હતી અને તેમની તમામ પ્રકારની પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી હતી. નિયમિત ગાળામાં ચકાસણી કરવામાં આવી હતી. જરૂરી મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. અંતે જાણવા મળ્યું કે નિયમિત કરસત સગર્ભા મહિલાઓને ઘણી તકલીફથી દુર રાખે છે. આગામી દિવસોમાં અમેરિકી અભ્યાસમાં વધુ ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. તબીબોને પણ અભ્યાસના તારણો ઉપયોગી સાબિત થઇ શકે છે. સગર્ભા મહિલાઓને નિયમિત ભોજનની સલાહ પણ ઉપયોગી છે.