મોડેસ્ટો, સીએ :વધતી ઉઁમરના ઉપચારો ઘણા હોઇ શકે છે પરંતુ વિકસતા સંશોધનો બતાવે છે કે તમારી ત્વચા સંભાળના ક્રમમાં એક સુંદર ઉમેરણ તમારા મેક-અપ બોક્સને બદલે તમારા રસોડામાં હોવું જોઇએ અને તે છે બદામ.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીયા, ડેવીસ ના સંશોધકો દ્વારા હાથ ધરાયેલ નવા પાયલોટ અભ્યાસમાં એવુ મળી આવ્યું છે કે નટ મુક્ત નાસ્તા સિવાય બદામનો દૈનિક નાસ્તો મેનોપોઝ સમાપ્ત થયા પછી (પોસ્ટમેનોપોઝલ) મહિલાઓમાં કરચલીઓની પહોળાઇ અને તીવ્રતામાં સુધારાનો માપદંડ છે. આ અભ્યાસ માટે આલમોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નીયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્વચાની તંદુરસ્તી પર બદામની અસર તપાસનાર સૌપ્રથમ છે. આનાથી પણ મોટો અને લાંબા ગાળાનો અભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે.
આ ૧૬ સપ્તાહની રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલમાં ફીટ્ઝપેટ્રીક ત્વચા પ્રકાર ૧ અથવા ૨ (સૂર્યના પ્રકાશ સાથે બળવાના વિસ્તરિત વલણ દ્વારા વર્ગીકૃત્ત) ધરાવતી ૨૮ પોસ્ટમેનોપોઝલ મહિલાઓને બેમાંથી એક જૂથ નિદર્શિત રીતે સોંપવામાં આવ્યા હતા. ઇન્ટરવેન્શન ગ્રુપમાં જે મહિલાઓએ નાસ્તા તરીકે બદામ ખાધી હતી તેમનામાં કુલ દૈનિક કેલરી ભોજનમાં ૨૦ ટકાનો અથવા સરેરાશ દૈનિક ૩૪૦ કેલરી (૬૦ ગ્રામ્સ)નો સમાવેશ થતો હતો. કંટ્રોલ ગ્રુપે નટ મુક્ત નાસ્તો ખાધો હતો તેમનામાં સરેરાશ દૈનિક કેલરી (૬૦ ગ્રામ)નો સમાવેશ થતો હતો. કંટ્રોલ ગ્રુપે નટ મુક્ત નાસ્તો કર્યો હતો તેમનામાં પણ કેલરીના ૨૦ ટકા ધરાવતા હતાઃ સેરલ બાર, ગ્રેનોલા બાર અથવા પ્રેટઝેલ્સ. આ નાસ્તા સિવાય અભ્યાસના પાર્ટિસિપન્ટ્સે તેમનો નિયમિત નાસ્તો પણ કર્યો હતો અને તેઓ કોઇ પણ નટ કે નટ સમાવતી પ્રોડક્ટસ ખાતા ન હતા.
અભ્યાસના પ્રારંભમાં ત્વચા ચકાસણી કરવામાં આવી હતી અને ફરી વખત ૪, ૮, ૧૨ અને ૧૬ સપ્તાહે ચકાસણી કરવામાં આવી હતી. પ્રત્યેક મુલાકાતે, હાઇ રિસોલ્યુશન ફેસિયલ ઇમેજિંગનો ઉપયોગ કરીને ચહેરાની કરચલીઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ૩ ફેસિયલ મોડેલીંગ અને મિઝરમેન્ટને માન્યતા આપવામાં આવી હતી. “આ હાઇ રિસોલ્યુશન વાળા કેમેરા કોઇ પણ કરચલીના ૩-ડ્ઢ રિકંસ્ટ્રક્શન માટેની મંજૂરી આપે છે જેથી તેને પહોળાઇ અને તીવ્રતાના અગત્યના ગુણધર્મો માટે મેપ કરી શકાય. તીવ્રતા ગુણ કરચલીની ઊંડાઇ અને લંબાઇની ગણતરી છે,” એમ અભ્યાસના અગ્રણી સંશોધક અને ઇન્ટીગ્રેટીવ ડર્મેટોલોજિસ્ટ એમડી, એમએસ એપી રાજા સિવામણી સમજાવે છે. ત્વચા બેરિયર ફંકશનનુ પણ તૈલી પદાર્થ (સિબમ)ના ઉપાર્જન અનેટ્રાન્સપેડીર્મલ વોટર લોસ (ટીઇડબ્લ્યુએલ)નું માપ કાઢીને મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્વચા બેરિયર ફંકશનની મજબૂતાઇની તપાસ કરે છે અને તે ત્વચાને ભેજ નુકસાન (ટીઇડબ્લ્યુએલ) સામે કેવી રીતે રક્ષણ આપે છે તે પણ જુએ છે અને પર્યાવરણ દ્વારા થતી નુકસાનકારક બળતરાની પણ તપાસ કરે છે.