અમદાવાદ : ડાંગ જિલ્લાના મહાલ-બરડીપાડા રોડ પર આજે બપોરે અમરેલીથી વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇને જઇ રહેલી એક બસ અચાનક સેંકડો ફુટ ઉંડી ખીણમાં ખાબકતાં બહુ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતને પગલે સમગ્ર ડાંગ પંથક, અમરેલી સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચકચારભર્યા એવા આ અકસ્માતમાં ત્રણથી વધુ વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઇ રહી છે, જયારે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
અકસ્માતમાં૩૪ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને આહવાની સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયા હતો, તો બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાતાં સુરત સિવિલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે સ્થાનિકથી લઇ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયરબ્રિગેડ અને બચાવ ટીમો સાથેનું સમગ્ર તંત્ર દોડતુ થયુ હતું. એક તબક્કે ભારે અફરાતફરી, રોકકળ અને અરેરાટીનો માહોલ જાવા મળ્યો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીથી ૮૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઇને જઇ રહેલી એક બસ ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર અચાકન કોઇક કારણસર સેંકડો ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને કે અન્ય કોઇને કંઇ સમજાય તે પહેલા તો બસ ધડામ દઇને ખીણમાં નીચે જારદાર રીતે પટકાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં બેઠેલા મોટાભાગના વિદ્યાર્થીઓ બહુ ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેમાં કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
તો, આ ગંભીર અને જીવલેણ અકસ્માતમાં ત્રણથી વધુ બાળકોના મોતની આશંકા સેવાઇ રહી છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીઓની ચીસ અને કણસવાના અવાજ અને રોકકળને લઇ ચોતરફ ભારે અરેરાટી અને ગમગીનીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, ફાયરબ્રિગેડના અધિકારીઓ અને બચાવ ટીમો મેદાનમાં આવી ગઇ હતી અને યુધ્ધના ધોરણે વિદ્યાર્થીઓને બચાવવાની અને તેઓને હોÂસ્પટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૩૪ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને આહવાની સિવિલ હોÂસ્પટલમાં ખસેડાયા હતો, તો બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાતાં સુરત સિવિલમાં દાખલ કરાયા હતા. જા કે, અકસ્માત કઇ રીતે અને કયા કારણસર થયો તે અંગે પણ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાવને પગલે માત્ર ડાંગ પંથક જ નહી પરંતુ અમરેલી સહિત સમગ્ર રાજયભરમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અકસ્માતના સમાચાર સાંભળી વિદ્યાર્થીઓના વાલીઓ અને તેમના પરિવારજનો પણ દોડતા થઇ ગયા હતા અને તાબડતોબ હોÂસ્પટલોમાં પહોંચ્યા હતા. આ અક્સ્માતને લઇ સમગ્ર જિલ્લા તંત્ર પણ દોડતું થઇ ગયુ હતું.