આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તેમાં સ્ત્રીઓનો પહેલો પ્રશ્ન એ આવે કે હું શું પહેરું… એકાદવાર વિન્ડો શોપિંગ કરી આવશે…ચારેક બહેનપણીને પૂછશે કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, ટીવી સિરિયલની હિરોઈનને ફોલો કરે, ન્યૂઝ પેપરમાં પણ ફોટા જ જુએ. ફાઈનલી છ-સાત દુકાન ફર્યા પછી પસંદ કરે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થતુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે અહીં તમારા માટે ચોઈસ લઈને આવ્યા છીએ. આ સિઝનમાં ટ્રેન્ડમાં છે બ્રાઈટ પીંક કલર.
એક સમયે લોકો બેબી પીંક અને રાણી કલર પહેરવાનું પસંદ કરતાં હતા, પરંતુ આવો ભડકો પીંક કલર પહેરતા સંકોચ અનુભવતા હતા. હવે આ જ ભડકો પીંક કલર ફેશન સીમ્બોલ બની ગયો છે. નજીકનાં પ્રસંગમાં સાડી અને ચણીયાચોળીમાં આ કલર આજકાલ લોકો વધુ પસંદ કરી રહ્યાં છે.
બ્રાઈટ પીંકમાં શેડેડ એટલે કે ધૂપછાવ કલરમાં સાડી વધુ આંકર્ષક લાગે છે. સિલ્ક સાડીમાં હવે પહેલી ચોઈસ શેડેડે પીંક બની રહી છે.
બ્રાઈટ પીંકની સાથે આપ ઓરેન્જ, યલ્લો, પેરટ જેવા ફ્લોરોસન્ટ કલર પણ મેચ કરી શકશો. ચણિયાચોળી માટે બ્રાઈટ પી્કની સાથે ટ્રાય કલર પણ મેચ અપ કરી શકો છો.
બ્રાઈટ પીંક સાડી કે ચણિયાચોળી સાથે પરફેક્ટ લૂક માટે તે જ કલરની બિન્દી અને બેંગલ્સ ટ્રાય કરજો. આ કલર સાથે ગોલ્ડ, ડાયમન્ડ અને પર્લ જ્વેલરી પણ મેચ થઈ શકે છે.