કેન્સરના રોગનુ નામ આવતાની સાથે જ તેને કેન્સલ થવા જેવો અનુભવ થવા લાગી જાય છે. મોટા ભાગના લોકોને આજે પણ આ જીવલેણ રોગના સંબંધમાં માહિતી નથી. જેથી કેન્સરનુ નામ આવતાની સાથે જ ડરી જાય છે. જો કે તબીબો પણ નક્કરપણે માને છે કે કોઇ પણ પ્રકારના કેન્સરની સારવાર વહેલી તકે અથવા તો પ્રાથમિક તબક્કામાં કરાવી લેવામાં આવે તો તકલીફ દુર થાય છે. મોડુ થવાની સ્થિતીમાં સારવાર સપળ રીતે થઇ શકતી નથી. કેન્સરની સારવાર માટે લેવામાં આવતી દવાઓ હાડકાઓને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વન્ડર ડ્રગ તરીકે લોકપ્રિય ‘એક્ઝેમેસ્ટેન’થી હાંડકાઓને નુકસાન થાય છે. આના કારણે હાંડકાઓને ત્રણ ગણું વધુ નુકસાન થાય છે. સ્તન કેન્સરના દર્દીઓ દ્વારા સામાન્ય રીતે આ જ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી દિવસમાં એક વખત આ દવા લેવાથી હાડકાઓને નોંધપાત્ર નુકસાન થાય છે. આ દવા વય સંબંધિત નુકસાન પણ પહોંચાડે છે. બોન મિનરલ ડેન્સીટી (બીએમડી)માં પણ ત્રણ ગણુ વધુ નુકસાન પહોંચાડે છે. ફ્રેક્ચરની તકોમાં પણ વધારો કરે છે. મેડીકલ જનરલ લેનસેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાના કારણે કોર્ટિકલ હાડકાઓને ભારે નુકસાન થાય છે. કેનેડાના સંશોધકોએ આ મુજબની માહિતી આપી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓમાં પણ આ ખતરનાક સાબિત થઈ શકે છે. તારણોને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે ૮૦ ટકા ફ્રેક્ટર મોટીવયમાં થાય છે અને કોર્ટિકલ હાડકાઓને વધુ નુકસાન થાય છે. ઓન્કોલોજીસ્ટ નિષ્ણાંત ભાવના શિરોહીએ કહ્યું છે કે કેન્સરની વન્ડર ડ્રગ ગણાતી આ દવા ભારતમાં પણ લોકપ્રિય છે. સ્તન કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. શિરોહીનું કહેવું છે કે આ દવા ઓસ્ટ્રોજન પ્રોડક્શનને ઘટાડે છે. આનાથી સ્તન ટ્યુમરનો વિકાસ બંદ થઈ જાય છે અથવા તો અટકી જાય છે.
કેન્સર સાથે સંબંધિત આ અભ્યાસ બાદ આ દિશામાં વધુ અભ્યાસની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે. હજારો મહિલાઓને આવરી લઈને અભ્યાસ હાથ ધરાયો હતો.કેન્સરના દર્દીઓને આવરી લઈને તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અને માહિતીરૂપ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કસરત કેન્સરના દર્દીઓ માટે વન્ડર ડ્રગ સમાન છે. કેન્સરના દર્દીઓને કસરત કરવાથી ખૂબ મોટો ફાયદો થાય છે. બ્રિટનમાં તાજેતરમાં જ કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેન્સરથી પીડાતા તમામ દર્દીઓને દર સપ્તાહમાં બેથી અઢી કલાક સુધી શારીરિક કસરત કરવી જોઈએ. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારવાર લેવામાં આવ્યા બાદ સંપૂર્ણ આરામ અને નિયમિત પણે કસરત કરવાથી ફાયદો થાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કસરતથી કેન્સરના કારણે મોત થવાના ખતરામાં ઘટાડો થઈ જાય છે અને સારવારની અસરને ઘટાડવામાં કસરત મદદરૂપ થાય છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે કહ્યું છે કે સ્થાનિક નવી પહેલથી પણ ફાયદો થાય છે. મેકમિલન કેન્સરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં ૨ મિલિયનથી વધુ કેન્સરથી ગ્રસ્ત લોકો પૈકી ૧.૬ મિલિયન જેટલા લોકો શારીરિક રીતે સક્રિય રહેતા નથી. એડલ્ટ કેન્સરના દર્દીઓ અને કેન્સરથી બચી ગયેલા લોકોએ દર સપ્તાહમાં ૧૫૦ મિનિટ સુધી હળવી કસરત કરવી જોઈએ. રિપોર્ટમાં જણાવાયું છે કે સતત સક્રિય રહેવાથી ફાયદો મળે છે.
અહેવાલમાં અમેરિકન કોલેજ ઓફ સ્પોટ્ર્સ મેડીસિને ભલામણ કરી છે કે કસરત ખૂબ જ સુરક્ષિત છે. મોટા પ્રકારના કેન્સરની સારવાર બાદ કસરત આદર્શરૂપ છે. કેન્સરથી બચી ગયેલા લોકોએ સક્રિય રહેવાની જરૂર છે. સતત સક્રિય રહેવાથી કેન્સરની અસરમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે. પુરાવાની સમીક્ષા દર્શાવે છે કે કસરતથી સારવાર દરમિયાન થાકમાં વધારો થતો નથી. આના બદલામાં એનર્જીમાં વધારો થાય છે. તે હાર્ટ સાથે સંબંધિત રોગ થવાના ખતરાને પણ ઘટાડે છે.