વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન
અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું
ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે.
દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો અમદાવાદ,મુંબઈ,દિલ્હી, બેંગલુરુ, નાસિક, પુણે, લખનૌ, જયપુર, કોલકાતા અને નાગપુરમાં કરવામાં આવે છે.
દેશભરમાં 9 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા પછી, BRDS દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા ડિઝાઇન પ્રદર્શન BRDS ડિઝાઇન પ્રદર્શન 2023નો ગ્રાન્ડ ફિનાલે 10મી ડિસેમ્બર 2023ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, એસપી રિંગ આરડી,અમદાવાદ ખાતે યોજાયું.
આ પ્રદર્શનનો ધ્યેય:
• ડિઝાઇન એજ્યુકેશન અવેરનેસ: ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇન,ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ ડિઝાઇન,ગ્રાફિક ડિઝાઇન,એનિમેશન ડિઝાઇન, ફોટોગ્રાફી,ફાઇન આર્ટ્સ અને અન્ય ઘણા બધા ડિઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રોમાં ઉપલબ્ધ બહુવિધ શાખાઓ વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવું
• કૌશલ્ય વિકાસ: પ્રારંભિક તબક્કાથી વિદ્યાર્થીઓની રચનાત્મક કુશળતા અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવાનું કારણ કે તેમની ડિઝાઇન કારકિર્દીમાં સફળ થવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ કૌશલ્ય છે.
• સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું એક પ્લેટફોર્મ: વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને કલાકૃતિઓ, 3d મોડલ્સ, વસ્ત્રો અને કેનવાસ પેઇન્ટિંગ્સના રૂપમાં 10000+ લોકોની હાજરીની સામે રજૂ કરવા માટે એક સક્ષમ પ્લેટફોર્મ આપવું..
ઇવેન્ટની મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ:
• BRDS ના સ્થાપક અને પ્રમુખ ડૉ. ભંવર રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓ માટે NID, NIFT, NATA, UCEED જેવા પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં સફળ થવાની ટિપ્સ પર એક ભવ્ય સેમિનાર.
• સમગ્ર ભારતમાંથી 50+ ડિઝાઇન કોલેજો અને યુનિવર્સિટીઓની ભાગીદારી.
•5000+ આર્ટવર્ક, વસ્ત્રો અને 3D મૉડલનું સાથે સાથે તમામ BRDS કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ 250+કેનવાસ પેઇન્ટિંગ્સનું ખાસ પ્રદર્શન.
આ પ્રદર્શનીનું ખાસ હાઈલાઈટ્સ :
• અમદાવાદની હેરિટેજ,ડ્રગ ફ્રી ઈન્ડિયા, ગ્રાફિકલ આર્ટ, ઈનોવેટિવ પ્રોડક્ટ ,જ્વેલરી ડિઝાઈન,ફ્યુચરિસ્ટિક ટાઉનશિપ અને બીજી ઘણી થીમ પર આર્ટવર્ક અને 3D મૉડલ્સ.
• અજરખ, બાંધણી અને કલમકારી જેવા પરંપરાગત કાપડનો ઉપયોગ કરીને ફેશન વસ્ત્રોનું પ્રદર્શન.
• રિસાયકલ કરેલા જૂના ફર્નિચર અને એસેસરીઝનો ઉપયોગ કરીને ટકાઉ ઈન્ટીરીઅરનું ખાસ ડિસ્પ્લે.
• ઘણા પરંપરાગત તેમજ આધુનિક થીમ પર કેનવાસ ચિત્રોનું પ્રદર્શની..