અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને પુસ્તક વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શન તારીખ 15 ઓગષ્ટ થી 17 ઓગષ્ટ, 2018 દરમિયાન 11 થી 6 વાગ્યા સુધી રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન ખાતે ચાલુ રહેશે.

આ પ્રદર્શન દરમિયાન મહાત્મા ગાંધી, સ્વતંત્રતા ચળવળ, બાળકોના પુસ્તક તથા અન્ય પુસ્તકો પર 10 થી 90 ટકા સુધીની વિશેષ છૂટ આપવામાં આવશે.

Share This Article