બ્લડપ્રેશરમાં બ્લેક ટી આદર્શ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન બ્લેક ટી પીનાર લોકોને ઘણા ફાયદા થાય છે. તેમના બ્લડપ્રેશરને આંશિક રીતે ઘટાડવામાં બ્લેક ટી ઉપયોગી સાબિત થાય છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્લેક ટીની મજા માણતા લોકોને આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદા થાય છે. અલબત્ત અભ્યાસમાં ચોક્કસ ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સંશોધકોએ કહ્યું છે કે બ્લડપ્રેશરમાં બ્લેક ટી ઘટાડો કરે છે. સંશોધકોએ ભૂતકાળમાં કરવામાં આવેલા અભ્યાસને પણ તારણ નક્કી કરતી વેળા ધ્યાનમાં લીધા હતા.

ચા જેવા પ્લાન્ટમાં રહેલા તત્વો હાર્ટના આરોગ્ય માટે પણ ઉપયોગી હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધકોના નેતૃત્વમાં એક ટીમે અભ્યાસ બાદ જણાવ્યું છે કે વ્યક્તિગતો માટે તારણો આદર્શ છે. આર્ચિવ ઓફ ઇન્ટરનલ મેડીસીનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અભ્યાસ કરતી વેળા ૯૫થી વધુ ઓસ્ટ્રેલિયનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

સામાન્ય બ્લડપ્રેશર ધરાવતા લોકો અને વધુ બ્લડપ્રેશર ધરાવતા લોકોને અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. એ ગ્રૂપને બ્લેક ટી અને અન્ય ગ્રૂપને સરેરાશ ટેસ્ટ સાથે ચા આપવામાં આવી હતી. અભ્યાસની શરૂઆત કરતા પહેલાં બ્લડપ્રેશરની ચકાસણી કરી લેવામાં આવી હતી. ચકાસણી કરવામાં આવ્યા બાદ બે ગ્રૂપના લોકોને વિભાજિત કરી લેવામાં આવ્યા હતા. ૧૨૦/૮૦ એમએમ એચજીથી ઓછા બ્લડપ્રેશર રિડીંગને સામાન્ય તરીકે ગણવામાં આવે છે જ્યારે હાઈ બ્લડપ્રેશર રિડીંગ ૪૦/૯૦ અથવા તો તેનાથી ઉપરનું ગણવામાં આવે છે.

Share This Article