પાટીદારના ગઢ નિકોલમાં ફરીથી ભગવો લહેરાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાટીદારના ગઢ નિકોલમાં ફરીથી ભગવો લહેરાયો

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની પાટીદાર ઇફેક્ટને લઇને ખૂબ જ રસપ્રદ જોવા મળી. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભા-૪૬ બેઠક પરથી ભાજપાના ઉમેદવાર જગદીશ પંચાલે જીત મેળવી છે. જગદીશ પંચાલ માટે પાટીદારના પ્રભુત્વ ધરાવતી નિકોલ વિધાનસભામાં જીત મેળવવા માટે ખૂબ જ કપરૂ સાબિત થઇ શકે તેમ હતું, પરંતુ તેઓ એ ૨૪,૮૮૦ મતોથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ હાર આપી ભગવો લહેરાવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ૬૨,૮૮૪ મતો મેળવ્યા છે, જ્યારે જગદીશ પંચાલે ૨૪,૮૮૦ વધુ મતો મેળવી કુલ ૮૭,૭૬૪ મતો મેળવ્યા છે.

 

Share This Article