હાર્દિક પટેલને મોટી રાહત, જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જામનગરના કેસમાં વિરમગામના ધારસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયા છે. પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આવ્યો છે. જામનગર કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ કરાયો છે. વર્ષ ૨૦૧૭નાા કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. જ્યારે આ કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરાયો છે. શું છે સમગ્ર મામલો? તે જાણો.. પાટીદાર આંદોલન દરમિયાન ૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં સભા યોજાઈ હતી. આ સભામાં રાજકીય ભાષણ મુદ્દે ફરિયાદ થઈ હતી. જેને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જે બાદ આજે જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.

Share This Article