બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા અનોખો પ્રયાસ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અધિકમાસ એટલે દાન ધર્મ અને સારા કાર્ય કરવાનો સમય. દરેક વ્યક્તિ પોતાની યથા શક્તિ પ્રમાણે અલગ અલગ રીતે સારા કાર્યો કરતા હોય છે. દરેક દાનમાં શ્રેષ્ઠ દાન છે વિદ્યાદાન. આ પંક્તિને સાકાર કરી છે ગાંધીનર બ્રહ્મ સમાજની મહિલાઓએ.

WhatsApp Image 2018 06 11 at 3.45.38 PM e1528713460530

ગાંધીનગર બ્રહ્મસમાજ મહિલા વિંગ દ્વારા તાજેતરમાં જ એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં જરૂરિયાતમંદ બાળકોને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું. આ વિશે વધુ માહિતી જણાવતા બીનાબહેન જોશીએ કહ્યું કે બ્રહ્મસમાજની મહિલાઓ દ્વારા સમયાંતરે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તેમાં આ વખતે વિદ્યાવાંછુક બાળકોને રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળ પણ આ રીતની પ્રવૃત્તિઓ કરતા રહીશું.

Share This Article