ભારતીય દિવ્યાંગ સંસ્થાન દ્વારા અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે 2જી એપ્રિલ, 2019- મંગળવારના રોજ 3-00 કલાકે દિવ્યાંગ લોકો માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. “રાજકારણીઓ દ્વારા દિવ્યાંગ લોકોની અવદશાને શા માટે અવગણવામાં આવે છે?” તે વિષય પર પ્રખ્યાત દિવ્યાંગ એક્ટિવિસ્ટ તથા ભારતીય દિવ્યાંગ સંસ્થાનના નેશનલ પ્રેસિડેન્ટ અમિત કુમાર પત્રકાર પરિષદનું સંબોધન કરશે. વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ નામ તો મળ્યું પરંતુ શું તેમના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું? તે અંગે પણ શ્રી અમિત કુમાર માહિતી અર્પિત કરશે. આ પત્રકાર પરિષદનો હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને તેમનો હક મળી રહે તે છે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
Read more