ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવા Benelli | Keeway India એ રાજ્યના અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર થલતેજ ચાર રસ્તા પાસે ટાઇટેનિયમ સ્ક્વેરમાં 1,2માં તેની નવી ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું છે. આ અત્યાધુનિક સેવાઓથી સજ્જ ડીલરશીપ અમદાવાદમાં સેલ્સ, સર્વિસ અને સ્પેર્સને સપોર્ટ કરવા ડિઝાઇન કરાઇ છે. સેલ્સ ટચપોઇન્ટનું સંચાલન શનિલ હર્ષદભાઇ પડિયા, દાથાવાલા ઓટોમોટિવ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ થશે.
નવા આઉટલેટ સાથે Benelli | Keeway India દેશભરમાં 52 ટચ પોઇન્ટ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે. આ સુવિધા Benelliની સુપરબાઇક્સની શ્રેણી હાઇલાઇટ કરશે તેમજ તાજેતરમાં લોંચ કરાયેલ હંગેરિયન માર્કી Keewayની પ્રોડક્ટ્સ પણ પ્રદર્શિત કરશે. આ 3એસ શોરૂમ મર્ચન્ડાઇઝ અને એસેસરિઝ પણ ડિસ્પ્લે કરશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે Benelli | Keeway Indiaના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ ઝાબાખે જણાવ્યું હતું કે, અમે દાથાવાલા ઓટોમોટિવ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. ગુજરાત Benelli | Keeway India માટે મહત્વપૂર્ણ માર્કેટ છે તથા આ ડીલરશીપ દ્વારા અમે રાજ્યમાં અમારી ઉપસ્થિતિ મજબૂત કરી રહ્યાં છીએ. અમે ગ્રાહકોને પ્રીમિયમ મોબિલિટી સોલ્યુશન્સની સરળ એક્સેસ ઓફર કરવા માટે સજ્જ છીએ.
Benelli | Keeway Indiaના ડીલરશીપ પ્રિન્સિપાલ શનિલ હર્ષદભાઇ પડિયાએ નવી ડીલરશીપના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ નવી સુવિધાના ઉદ્ઘાટન સાથે અમે લોકલ મોટો ઉત્સાહીઓને ઇટાલિયન જુસ્સા અને હંગેરિયન ફ્લેરની એક્સેસિબિલિટી પ્રદાન કરીને રાઇડિંગ અને ફ્રિડમના જુસ્સા સાથે તેમના સપનાને સાકાર કરવા માટે સજ્જ છીએ. આઉટલેટ દ્વારા અમારા ગ્રાહકોને સમસ્યા-મુક્ત સેલ અને સર્વિસ ઓફર કરીને અમે તેમને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.
Benelli | Keeway ખાતે પ્રોફેશ્નલ્સ વૈશ્વિક ધોરણો અને માર્ગદર્શિકાઓ મૂજબની તાલીમ ધરાવે છે, જેથી સેલ્સ, સર્વિસ અને ગ્રાહક અનુભવ બાબતે બેસ્ટ સેવાઓ ઓફર કરી શકાય, જેનાથી ગ્રાહકો બેસ્ટ-ઇન-ક્લાસ, સમસ્યા-મુક્ત માલીકીની મજા માણી શકે.