ખુલ્લા પગલે રનિંગથી લાભ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકામાં રમત ગમત સાથે સંકળાયેલા મેડીસીન નિષ્ણાંતે દાવો કર્યો છે કે શૂઝ પહેરીને રનિંગ કરવાના બદલે ખુલ્લા પગે રનિંગ કરવાથી વધારે ફાયદો થાય છે. વ્યાપક અભ્યાસ બાદ નિષ્ણાંતો એવા તારણ પણ પહોંચી ગયા છે કે શૂઝ પહેરીને ભાગવાથી લાભ ઓછા થાય છે, ઈજા થવાનો પણ ખતરો રહે છે. હાવર્ડ યુનિવર્સિટીના મેડીસીન નિષ્ણાંત આઈ ડેવિસે કહ્યું છે કે તેઓ ખુલ્લા પગે ભાગવામાં અને ખૂબ ઓછા પ્રમાણમાં ફૂટવેર પહેરીને ભાગવાના મામલામાં વ્યાપક અભ્યાસ કરી ચૂક્યા છે અને એવું જાણવા મળ્યું છે કે નગ્ન પગે ભાગવાથી ફાયદો થાય છે. આનાથી પગની કસરત વધુ સારી રીતે થાય છે.

એબીસી સાયન્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નગ્ન પગે ભાગવાના લીધે શારીરિક કસરતની સાથે સાથે પગને વધુ આરામ મળે છે. કુદરતી રીતે થતી કસરત વધુ ફાયદો આપે છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે શૂઝ પહેરવાથી જમીનની સપાટી ઉપર પડેલા નાનકડા પથ્થરો વાગી જવાનો ખતરો રહે છે. પરંતુ આ બાબતથી અન્ય લોકો સહમત નથી. ડેવિસે એમ પણ કહ્યું છે કે હિલ પહેરીને ભાગવાની બાબત ખૂબ જ ખતરનાક છે. આના લીધે પગમાં વાગી જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે.

રનીંગ કરતી વેળા પણ કેટલીક સાવધાની રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે. વર્ષ ૨૦૧૧ના ઓસ્ટ્રેલિયન કોન્ફરન્સમાં આ અહેવાલના તારણો રજૂ કરવામાં આવી ચૂક્યા છે. આ તારણો સાથે ઘણા લોકો સહેમત નથી. નગ્ન પગે ભાગવાથી અન્ય ફાયદાઓ શું છે તે અંગે આમા વધારે માહિતી આપવામાં આવી નથી પરંતુ આ પરિણામના કારણે વધુ અભ્યાસ તરફ પ્રેરીત કરી શકે છે. ડેવિસનું કહેવું છે કે નગ્ન પગે ભાગવાથી પગના તમામ સ્નાયુમાં મજબૂતી આવે છે.

Share This Article