નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો ઠંડીની દિવસોમાં ગાજર આરોગ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ ચીજ તરીકે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામીન કે અન વિટામિન બી-આઠ, પેન્ટાથેનિક એસિડ, ફોલેટ, પોટેશિયમ, આયરન, તાંબા અને મેગનીઝ જેવી કેટલીક ઉપયોગી ચીજો હોય છે. જેના કારણે શરીરને ફાયદો થાય છે. ગાજરમાં ખુબ વધારે પ્રમાણમાં ફાઇબર એ બીટા-કેરોટીન હોય છે. જે આરોગ્ય માટે ઉપયોગી હોય છે. આ બીટા-કેરોટીન, આલ્ફા-કેરોટીન તેમજ લુટેઇનથી ભરપુર હોય છે. જે ખુબ સારા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. ગાજરમાં પોટેશિયમ રક્તવાહિનીઓ અને ધમનીને ફેલાવીને રક્ત પ્રવાહને વધારે છે. જેના કારણે હાર્ટ પર દબાણ ઓછુ આવે છે. એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન એ માટે સારા સોર્સ હોવાના કારણે ગાજર સ્કીનને ખુબસુરત બનાવી દેવામાં ભૂમિકા અદા કરે છે. સાથે સાથે આરોગ્યને પણ સાચવે છે.
ગાજર સુર્યની હાનિકારક અલ્ટ્રાવોઇલેટ કિરણોતી સ્કીનને બચાવી લેવામાં પણ ભૂમિકા અદા કરે છે. ક્ષતિગ્રસ્ત સ્કીનને સુધારીને તેમાં પણ ભૂમિકા અદા કરે છે. તેને ચાવીને ખાવાથી દાંતના કચરાને પણ દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. તેના કારણે દાંતમાં ફસાયેલા ભોજનના કણ પણ દુર થાય છે. આ ઉપરાંત ગાજર સલાઇવાના ઉત્પાદનને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે.
સ્વાભાવિક રીતે ક્ષારીય હોવાના કારણે મોમાં એસિડના પ્રભાવને સંતુલિત કરવામાં તેની ભૂમિકા રહેલી છે. તેમાં ખુબ વધારે પ્રમાણમાં વિટામિન એ જોવા મળે છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. આ ઉપરાંત તે લિવરમાં પિત્ત અને જામી ગયેલા ફેને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા નવા શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો દરરોજ ગાજર ખાય છે તેમાં સ્ટ્રોકગ્રસ્ત હોવાની શક્યતા ઓછી થાય છે.
દરરોજ એક ગાજર ખાવાથી હાર્ટની તકલીફને ૬૮ ટકા સુધી ઘટાડી શકાય છે. ગાજરમાં વિટામિન એનુ પ્રમાણ રહેલુ છે. જે આંખ માટે ખુબ ફાયદો કરે છે. તેમાં બિટા કેરોટીન હોય છે જે મોતિયા સાથે સંબંધિત આંખની તકલીફને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. ગાજરમાં લ્યુટિન અને જેક્સેતિન નામની ચીજો હોય છે જે આંખને ફાયદો કરાવે છે. ગાજરમાં પુરતા પ્રમાણમાં ફાઇબરનુ પ્રમાણ રહેલુ છે. જે પાચનમાં મદદ કરે છે. હાલના સમયમાં ભાગદોડની લાઇફમાં લાઇફસ્ટાઇલ ખોરવાઇ ગઇ છે. ઠંડીના દિવસોમાં દરરોજ ગાજર ખાઇને આરોગ્યની સાથે સાથે સ્કીનની ખુબસુરતીને પણ જાળવી શકાય છે. આરોગ્યને લઇને પહેલાની તુલનામાં લોકો હવે વધારે સાવધાન થયા છે. જો કે તેમની ભાગદોડની લાઇફમાં તમામ નિયમો પળાતા નથી.
નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે જો વ્યક્તિ સિઝન મુબ ફળફળાદી અને શાકભાજીનો ઉપયોગ કરે તો શરીરને ખુબ ફાયદો થાય છે. ગાજરમાં શરીરને લાભ કરે તેવા તમામ પ્રકારના ઉપયોગી પૌષ્ટિક તત્વો રહેલા છે. આરોગ્ય પ્રત્યે સાવધાન રહેલા લોકો હમેંશા ગાજરનો ઉપયોગ કરે છે.