ટ્રેડમિલ પર દોડતી વેળા નોઇડાના યુવાનનુ મોત થયા બાદ જીમને લઇને એક નવી ચર્ચા છેડાઇ ગઇ છે. નિષ્ણાંતો કહે છે કે જીમ જોઇન કરતા પહેલા સાવધાની રાખવાની જરૂર હોય છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે કોઇ પણ સમય જીમમાં પહોંચી જવાની બાબત અયોગ્ય છે. જીમમાં જવા માટે એક ચોક્કસ સમય હોવો જાઇએ. દાખલા તરીકે જો તમે સવારે આઠ વાગે જીમમાં પહોંચી રહ્યા છો તો આગામી દિવસે પણ સવારે આઠ વાગે જીમ જવાની જરૂર હોય છે. એક દોઢ કલાકથી વધારે સમય સુધી જીમ ન કરો તે જરૂરી છે. જીમમાં વોર્મ અપ અને સ્ટ્રેચિંગ ચોક્કસપણે કરવાની જરૂર હોય છે. જીમ શરૂ કરવાથી પહેલા હળવી રનિંગ કરવાની જરૂર હોય છે. આના કારણે આપની બોડી જીમ માટે તૈયાર થાય છે. જીમ કર્યા બાદ તરત જ ઉઘી જવાની જરૂર હોય છે.
જીમ બાદ હળવા ભોજનની જરૂર હોય છે. કાળા ચણા, બાફેલા ઇન્ડા, દુધ, માછળી અથવા તો પ્રોટીન શેક જેવા ભોજન લઇને થોડાક પ્રમાણમાં વોકિંગ કરવાની જરૂર હોય છે. આના કારણે શરીરને તાકાત મળે છે. સાથે સાથે તે નોર્મલ થાય છે. જીમ કરતી વેળા સાવધાનીને લઇને તમામ લોકોમાં ચર્ચા છે. જા તમે રાત્રી ગાળામાં જીમ કરી રહ્યા છો તો સાવધાની રાખવાની જરૂર છે. આ આપના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. બુધવારની રાત્રે સેક્ટર ૭૬ની જેએમ ઓર્કિડ સોસાયટીમાં જીમમાં ટ્રેડ મિલ પર દોડતી વેળા સોફ્ટવેર એન્જિનિયરને એકાએક ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ તેને હાર્ટ અટેક આવતા મોત થયુ હતુ.
વર્ક આઉટ કરતા પહેલા સાત આઠ કલાકની ઉંઘ ચોક્કસપણે લેવાની જરૂર હોય છે. ભોજન લીધાના બે કલાક પછી જીમ કરવાની જરૂર હોય છે. જો આવુ નહીં કરો તો પેટમાં દુખાવો થઇ શકે છે. ખાલી પેટ કસરત કરવામાં ન આવે તે જરૂરી છે. જીમ કરતા પહેલા ફળ અને ડ્રાય ફુટ ખાવાની જરૂર હોય છે. કસરત વેળા દરેક ૧૫ મિનિટમાં પાણી પીવાની પણ જરૂર હોય છે. કસરત ખતમ કરી દેવામાં આવ્યા બાદ એડધા કલાક બાદ માત્ર એક કપ પાણી પીવાની જરૂર હોય છે.