બેકિંગ સોડાનો ઉપયોગ આમ તો રસોઈ માટે થતો હોય છે. ફૂડને બેક કરવામાં વપરાતા આ સોડામાં કિચનનાં ખૂણે ખૂણાંને સાફ કરીને ચમકાવવાની તાકાત રહેલી છે. તો આવો જાણીએ કેવી રીતે સફાઈમાં મદદમાં આવે છે બેકિંગ સોડા
- ફ્રિઝનાં પાર્ટીશનને સાફ કરવા હોય અને તેમાંથી આવતી દૂર્ગંધ દૂર કરવી હોય તો ખૂણે ખૂણે બેકિંગ સોડા છાંટી દો. પછી એક બાઉલમાં પાણી અને વિનેગર મિક્સ કરી લો. એક સાફ કપડાંને આ મિશ્રણણાં બોળીને જ્યાં જ્યાં સોડાનો છંટકાવ કર્યો હોય ત્યાં બધેથી સાફ કરી લો.
- વોશ બેઝિનને નળી બ્લોક થઈ જતી હોય તો એક બોટલમાં થોડું પાણી અને એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બરાબર હલાવીને નળીમાં રેડવાથી નળીમાં ભરાયેલો કચરો દૂર થઈ જશે અને પાણી ઉભરાશે નહીં.
- જો તમારા કિચનમાં પિત્તળનાં બર્નર કાળા પડી ગયા હોય તો તમે તેને બહાર કાઢીને ગરમ પાણીમાં બેકિંગ સોડા અને લીંબુ મિક્સ કરીને પંદર મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. બર્નર ચમકવા લાગશે.
- માઈક્રોવેવને સાફ કરવા માટે તેમાં બેકિંગ સોડા છાંટી દો અને પછી ચોખ્ખા કપડાંથી લૂછી લો. સાફ થઈ જશે.
- રસોડાની ટાઈલ્સની કિનારીઓ કાળી પડી ગઈ હોય તો પણ એક બાઉલમાં બેકિંગ સોડામાં થોડુ પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવી લો. હવે જૂના ટૂથ બ્રશની મદદથી આ પેસ્ટને ટાઈલ્સ કિનારીઓ પર ઘસો. ટાઈલ્સ ચમકવા લાગશે.